બોટાદ જિલ્લામાં બાળ અંગેના કાયદાઓ અને બાળ કલ્યાણ તેમજ દિવ્યાંગ કલ્યાણ યોજના અંગે તાલીમ કાર્યક્રમ યોજાયો

બોટાદ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી – બોટાદ અને જિલ્લા બાળ સુરક્ષા એકમ – બોટાદના સંયુક્ત ઉપક્રમે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી વી.એસ.શાહના માર્ગદર્શન હેઠળ કોન્ફરન્સ હોલ, કલેક્ટર કચેરી, બોટાદ ખાતે સમગ્ર શિક્ષાના વિશિષ્ટ શિક્ષકો, સાથે બાળ કાયદાઓ, બાળ કલ્યાણ અને દિવ્યાંગ કલ્યાણ યોજનાઓ અંગે તાલીમ કાર્યક્રમ માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સનને ધ્યાને લઈ યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી વી.સેસ.શાહએ કાર્યક્રમને અનુરૂપ પ્રાસંગિક ઉદ્દબોધનમાં દિવ્યાંગ યોજનાઓ, વિશિષ્ટ બાળકો સાથે કામગીરી કરવામાં આવતા પ્રશ્નો અને તેના નિરાકરણ અંગે માર્ગદર્શન આપ્યું હતું. રોજગાર અધિકારીશ્રી પી.કે.ત્રિવેદી દ્વારા દિવ્યાંગજનોને રોજગારલક્ષી શિક્ષણ અને કૌશલ્ય ઘડતર અંગે, રોગચાળા નિયંત્રણ અધિકારી શ્રી આર.આર.ચૌહાણએ કોરોના સંક્રમણ સમયે બાળકોની તકેદારી અંગે, પ્રોબેશન ઓફિસરશ્રી એચ.પી.દવેએ દિવ્યાંગ કલ્યાણ યોજનાઓ તથા નિરામયા હેલ્થ વીમા યોજના અંગે, શ્રી ગોરધનભાઈ મેરએ બાળ કલ્યાણની યોજનાઓ વિશે તેમજ શ્રી હેમાંગીનીબેન આર્યએ પોકસો એક્ટ અને બાળ લગ્ન પ્રતિબંધ અધિનિયમ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.
આ કાર્યક્રમની સ્વાગતવિધિ જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી એસ.એલ.ડવએ તેમજ આભારવિધિ શ્રી જીતેન્દ્ર કારેલીયાએ કરી હતી.
આ સમગ્ર તાલીમ કાર્યક્રમમાં પ્રોજેકટ કોઓર્ડિનેટર શ્રી જગત મારૂ, સમાજ સુરક્ષા અને બાળ સુરક્ષાના અધિકારી, કર્મચારીઓ સહિત વિશિષ્ટ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.gf

રિપોર્ટ. ઉમેશ ગોરાહવા
બોટાદ, બરવાળા

Translate »
%d bloggers like this: