બોટાદ જિલ્લાના ગઢડા ખાતે ૭૧ મા વન મહોત્સ–વની ઉજવણી કરાઈ

બોટાદ જિલ્લાના ગઢડાની શ્રી સ્વામિનારાયણ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે 71માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી. જિલ્લા કક્ષાના આ વનમહોત્સવની ઉજવણી પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્ય બિન અનામત વર્ગ શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમના ઉપાધ્યક્ષ શ્રી બી.એચ.ઘોડાસરા ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ઉપાધ્યક્ષશ્રી બી.એચ.ઘોડાસરાએ સામજિક વનીકરણ વિભાગ બોટાદની કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યની અંદર વનીકરણ ક્ષેત્રે ખૂબ જ સારી કામગીરી થઈ રહી છે. એશિયન સિંહની વસ્તીમાં પણ છેલ્લા ૧૫ વર્ષમા ૯૦ ટકા જેટલો વધારો થયેલ છે જે એક સરાહનીય કામગીરી કહેવાય આ સાથે જુદા જુદા ડુંગરોને લીલાછમ કરવાના પ્રયાસો પણ ધીરે ધીરે કરવામાં આવી રહ્યા છે. આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપણી સાંસ્કૃતિક વનોની પરંપરા આપી છે. આ સુંદર વનો બનાવવામાં પણ વન વિભાગની કામગીરી સુપેરે રહી છે. આ વનવિભાગની કામગીરીમાં તમામ વર્ગના ભાઈ બહેનો, ખેડૂત મિત્રોએ પણ વૃક્ષોના જતનમાં મદદરૂપ રહ્યા છે.

ઉપાધ્યક્ષશ્રીએ નિગમને લગતી વિસ્તૃત માહિતી આપી હતી તેમજ તેને લગતા લાભો લેવા અનુરોધ કર્યો હતો. હાલ ચાલી રહી વેશ્વિક મહામારી કોવીડ-૧૯ અંતર્ગત મુખ્યમંત્રી રાહતફંડમાં શ્રી ગોપીનાથજી દેવ મંદિર ગઢડાના સાંખ્ય યોગી મેઘનાબેન અને મનિષાબેનને રૂ/.૨૦૦૦૦૦/- નો ચેક અર્પણ કર્યો હતો જે બદલ તેઓને અભિનંદન પાઠવ્યા હતા.
આ કાર્યક્રમ અંતર્ગત બોટાદ જિલ્લામાં ઘનિષ્ટ વનીકરણની ઉત્તમ કામગીરી કરવા બદલ મીશન ગ્રીન ટીમ બોટાદને ઉપાધ્યક્ષશ્રી તેમજ મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ઉપાધ્યક્ષશ્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તેમ સંકુલના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવેલ હતું તેમજ વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે નાયબ વન સંરક્ષકશ્રી શ્રીમતી રાજ સંદિપ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી લલિતનારાયણસિંધ સાદું, પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતા, મામલતદારશ્રી ગઢડા તથા મહાનુભાવો તેમજ સામાજિક વનીકરણ વિભાગ બોટાદના અધિકારી – કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ. ઉમેશ ગોરાહવા
બોટાદ, બરવાળા

Translate »
%d bloggers like this: