બોટાદ જીલ્લાના રાણપુર વિસ્તાર ને હળીયાળો બનાવવાના સંકલ્પ સાથે ટેક્ષસ્પીન બેરીંગ્સ કંપની દ્રારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો અને આગામી દિવસોમાં આ કંપની દ્રારા ૨૫૦૦ થી વધુ વૃક્ષો વાવી તેનુ જતન કરી રાણપુર શહેર તેમજ આજુબાજુના વિસ્તારને હરીયાળો બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો.

બોટાદ જીલ્લાના રાણપુર વિસ્તાર ને હળીયાળો બનાવવાના સંકલ્પ સાથે ટેક્ષસ્પીન બેરીંગ્સ કંપની દ્રારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો અને આગામી દિવસોમાં આ કંપની દ્રારા ૨૫૦૦ થી વધુ વૃક્ષો વાવી તેનુ જતન કરી રાણપુર શહેર તેમજ આજુબાજુના વિસ્તારને હરીયાળો બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો.

આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતનામ બોટાદ જીલ્લાના રાણપુરમાં આવેલ વિશ્વ પ્રસિધ્ધ ટેક્ષસ્પીન બેરીંગ કંપની ઈ.સ.૧૯૬૧ માં પ્રસ્થાપિત થયેલ હાલ આ કંપની હજારો લોકોને રોજગારી પુરી પાડે છે

.ત્યારે આજરોજ ટેક્ષસ્પીન બેરીંગ્સ કંપની દ્રારા રાણપુર શહેરના વિકાસપથ રોડ પર બ્યુટીફીકેશન કરી રોડની બંને બાજુ વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ટેક્ષસ્પીન બેરીંગ્સ કંપનીના ચેરમેન ભુપેન્દ્રભાઈ મકવાણા,મેનેજીંગ ડિરેક્ટર દિપેનભાઈ મકવાણા તથા ડિરેક્ટર વિશાલભાઈ મકવાણાની ઉપસ્થિતીમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં રાણપુરના મામલતદાર અલ્કેશભાઈ ભટ્ટ,તાલુકા વિકાસ અધિકારી રોનકભાઈ પટેલ,પી.એસ.આઈ-એન.સી.સગર,

રાણપુર આર.એન.બી.ના.ગૌતમભાઈ બોરીચા,સરપંચ મનહરભાઈ પંચાળા સહીત અધિકારી તેમજ પદાધિકારીઓ હાજર રહ્યા હતા અને વૃક્ષો નું રોપાણ કરવામાં આવ્યુ હતુ.ટેક્ષસ્પી બેરીંગ્સ કંપની ના મેનેજીંગ ડિરેક્ટર એ જણાવ્યુ હતુ કે રાણપુર શહેરના મુખ્ય રસ્તા જેવા કે લિંબડી ત્રણ રસ્તા થી પોલીસ સ્ટેશન સુધી તથા પોલીસ સ્ટેશન થી મામલતદાર કચેરી સુધીના રસ્તાની બ્યુટીફીકેશનની કામગીરી તથા તેની જાળવણી અને મેઈન્ટેનેન્સ કંપનીના ખર્ચે કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.

વધુમાં કંપનીના ડિરેક્ટર વિશાલભાઈ મકવાણા એ જણાવ્યુ હતુ કે અમારી કંપની દ્રારા ૨૫૦૦ થી વધારે વૃક્ષો વાવી તેનુ જતન કરી રાણપુર શહેર તેમજ આજુબાજુના વિસ્તાર ને હરીયાળુ બનાવવાનો અમારો સંકલ્પ છે.જ્યારે કંપનીના ચેરમેન ભુપેન્દ્રભાઈ મકવાણા એ જણાવ્યુ હતુ કે ટેક્ષસ્પીન બેરીંગ્સ કંપની દ્રારા રાણપુરના લોકોમાં વૃક્ષારોપણ કરવાની પ્રેરણા થાય અને પર્યાવરણની જાળવણી થાય તેમજ રાણપુર શહેરની સુંદરતામાં વધારો થાય અને લોકહિત સચવાય તેવા ઉમદા આશયથી વૃક્ષારોપણ કરી લોક જાગૃતતા આવે તેવા હેતુથી લોકો વધુ ને વધુ વૃક્ષારોપણ કરે તેવો સંદેશ આપ્યો હતો.જ્યારે હાજર આગેવાનો દ્રારા કંપનીના ડિરેક્ટર તેમજ મેનેજીંગ ડિરેક્ટર નું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યુ હતુ.આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં રાણપુર શહેરના આગેવાન જીવાભાઈ રબારી,
gf
ડો.જગદીશભાઈ પંડ્યા,ડો.ધરાબેન ત્રિવેદી,જગદીશભાઈ દલવાડી(વકીલ),કનકબેન સાપરા,નરેન્દ્રભાઈ દવે,હરેશભાઈ જાંબુકીયા,જેશાભાઈ સભાડ,બાબુભાઈ મેર,સંજયભાઈ ગદાણી,નરેશભાઈ જાંબુકીયા,બીસુભા પરમાર તેમજ રાણપુર પોલીસના એ.એસ.આઈ-આઈ.જી.મોરી સહીત અનેક આગેવાનો હાજર રહ્યા હતા.અને વિવિધ પ્રકારના વૃક્ષો નું રોપાણ કરવામાં આવ્યુ હતુ.

બાઈટ-ભુપેન્દ્રભાઈ મકવાણા,ચેરમેન-ટેક્ષસ્પીન બેરીંગ્સ કંપની,રાણપુર

*રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર*

Translate »
%d bloggers like this: