બોગસ દસ્તાવેજ બનાવવાના તથા દારૂના કેસમાં વોન્ટેડ આરોપી “ચીની” ને છરી સાથે સર ટી હોસ્પીટલના ગેટ પાસેથી ઝડપીએ લેતી ભાવનગર એસ.ઓ.જી.

ભાવનગર જીલ્લામાં ગુન્હો કર્યા બાદ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબે ખાસ ઝુંબેશ હાથ ધરેલ અને નાસતા ફરતા આરોપીઓન ઝડપી પાડવા જીલ્લાના પોલીસ અધિકારીઓને સુચના આપેલ

જે અનુસંધાને એસ.ઓ.જી. શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી વી.વી.ઓડેદરા સાહેબના માર્ગદર્શન હેઠળ ભાવનગર એસ.ઓ.જી. પોલીસને મળેલ બાતમી આધારે ઘોઘારોડ પોલીસ સ્ટેશન ગુ.ર.નંબર ૮૭૮/૨૦૨૦ I.P.C. કલમ ૪૬૫, ૪૭૧, ૧૧૪ (બોગસ દસ્તાવેજ બનાવવા) તથા ઘોઘારોડ પોલીસ સ્ટેશન પ્રોહી. ગુ.ર.ન. ૨૦૧/૨૦૨૦ પ્રોહી. કલમ ૬૫(એ,ઇ), ૧૧૬(બી) વિગેરે મુજબ ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી રાહુલ ઉર્ફે ચીની S/O જયેશભાઇ દલપતભાઇ મારૂ ઉ.વ.૨૧ રહેવાસી ઉત્તર કૃષ્ણનગર, આનંડનગર રોડ ભાવનગર વાળાને સર ટી હોસ્પીટલના દરવાજા પાસેથી એક ખુલ્લી (મ્યાન વગરની) છરી સાથે ઝડપી પાડી મજકુર આરોપી સામે કાયદેસર કાર્યવાહી કરી નિલમબાગ પોલીસ સ્ટેશનનમાં હથિયાર બંધી જાહેરનામા ભંગ બદલ એસ.ઓ.જી.ના પોલીસ કોન્સ. પાર્થભાઇ પટેલે નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપી ગુન્હો રજીસ્ટર કરાવેલ હતો અને ઘોઘા રોડ પોલીસ સ્ટેશનના બોગસ દસ્તાવેજ બનાવવા તથા દારૂના કેસમાં વોન્ટેડ હોય ત્યા સોપવા તજવીજ કરેલ છે.

આ કામગીરીમાં એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટરશ્રી વી.વી.ઓડેદરા સાહેબના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. જગદીશભાઇ મારૂ તથા યુસુફખાન પઠાણ, વિજયસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ. હારિતસિંહ ગોહિલ તથા પાર્થભાઇ પટેલ તથા મનદિપસિંહ ગોહિલ જોડાયા હતા.

Translate »
%d bloggers like this: