Bjp BREAKING Gujarat Ohh Politics

પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે બેઠક યોજાઈ

પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે બેઠક યોજાઈ

પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે માન. પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં તેમજ માન.મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી, માન. નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ અને રાષ્ટ્રીય સહ-સંગઠન મહામંત્રી શ્રી વી. સતીષજીની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ ભાજપની બેઠકનું આયોજન કરવામાં આવ્યું. Bjp

બેઠકમાં સંગઠનપર્વની કેન્દ્રીય યોજના મુજબ આગામી ૬ જુલાઈથી શરૂ થનાર સદસ્યતા અભિયાનના આયોજન બાબતે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી તેમજ હાલની સભ્ય સંખ્યામાં ઓછામાં ઓછા ૨૦ ટકા નવા સભ્યો જોડવા માટેના કાર્યક્રમોનો રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો હતો.

બેઠકમાં પ્રદેશ હોદ્દેદારશ્રીઓ, પ્રદેશ મોરચાના પ્રમુખશ્રીઓ, જીલ્લા/મહાનગરના પ્રભારીશ્રીઓ સહિત પ્રદેશ મોરચાના મહામંત્રીશ્રીઓ, લોકસભા બેઠકના પ્રભારીશ્રીઓ-ઇન્ચાર્જશ્રીઓ-સહઇન્ચાર્જશ્રીઓ તથા જીલ્લા/મહાનગરના પ્રમુખ-મહામંત્રીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા

Pd Dabhi
Pd Dabhi Ceo :- LIVE CRIME NEWS pddabhitalaja@gmail.com 9714577186
https://livecrimenews.com