370 નાબૂદીના નિર્ણયની રાજપીપળામાં ભાજપ ફટાકડા ફોડી ઉજવણી કરી

જમ્મુ-કાશ્મીરમાં કલમ-370 નાબૂદીના નિર્ણયની રાજપીપળામાં ભાજપ ફટાકડા ફોડી ઉજવણી કરી. 
રાજપીપળા નગરમાં જાહેરમાં તિરંગો રાષ્ટ્રધ્વજ ફરકાવી જય હિન્દ, વંદે માતરમ, ભારત માતાકી જય ના નારા સાથે સ્કૂટર રેલી કાઢી મોદી-શાહના નિર્ણયને વધાવ્યો યોગ્ય નિર્ણય બદલ અભિનંદન પાઠવ્યા.
 રાજપીપળા, તા 6
જમ્મુ કાશ્મીરમાં કલમ 370 નાબૂદીના નિર્ણય ભાજપની કેન્દ્ર સરકારે ઐતિહાસિક નિર્ણય લેતા આમ જનતા સહિત નર્મદા ભાજપે તેને વધાવ્યો હતો અને રાજપીપળામાં ભાજપના કાર્યકરો આગેવાનઓએ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. રાજપીપળા નગરમાં ભારત માતાકી જયના નારા સાથે ભાજપના કાર્યકરો આગેવાનો સ્કૂટર રેલી કાઢી હતી, અને મોદી-શાહના નિર્ણયને વધાવી યોગ્ય નિર્ણય બદલ અભિનંદન પાઠવ્યા હતા.
ભાજપ દેશની આઝાદી પછીના આટલા વર્ષો ના ઇતિહાસ માં એક ઐતિહાસિક અને બહુ મર્દાનગીભર્યા નિર્ણયના ભાગરૂપે જમ્મુ-કાશ્મીરમાં થી કલમ-૩૭૦ અને કલમ-૩૫ એ રદ કરી દેવાતા નર્મદા જિલ્લામાં ખુશીનો માહોલ છવાઇ ગયો હતો. જમ્મુ કાશ્મીર ભારતના અન્ય રાજ્યની જેમ જ સ્વતંત્ર બનતા લોકોમાં ભારે ખુશી અને ગર્વની લાગણી છવાઈ ગઈ હતી,  રાજપીપળામાં ભાજપના કાર્યકરો રસ્તા પર ઉતરી આવી જાહેર માં તિરંગો રાષ્ટ્રધ્વજ ફરકાવી જય હિન્દ, વંદે માતરમ,  ભારત માતા કી જય નાં નારાઓ લગાવી રાષ્ટ્રભક્તિને ઉજાગર કરી હતી. આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ગૃહમંત્રી અમીત શાહ દ્વારા દેશના ઐતિહાસિક નિર્ણય લેવા માટે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવ રાષ્ટ્રપતિ દ્વારા બહાલી મળી હતી.બહુમતીથી કાશ્મીરના સદીઓ સમયથી સળગતા પ્રશ્ન કલમ-370 હટાવવાનો નિર્ણય લેવાયો હતો.જેને લઇને નર્મદામાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. મોદી અને શાહના આં ઐતિહાસિક અને મર્દાનગીભર્યા નિર્ણયના કારણે સાચા અર્થમાં જમ્મુ-કાશ્મીર આજે આઝાદ થયું તેનો સ્પષ્ટ અહેસાસ વ્યક્ત કર્યો હતો.
કલમ 370 દૂર થયા બાદ અસંખ્ય ફાયદાઓ વિશે માહિતી આપતા જિલ્લા પ્રમુખ ઘનશ્યામ દેસાઇએ જણાવ્યું હતું કે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370ને દૂર કરવાનો ઐતિહાસિક નિર્ણય કરવામાં આવ્યા બાદ હવે આના અનેક ફાયદા થનાર છે.કલમ 370 ને દૂર કરવામાં આવ્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં તમામ બાબતો બદલાઈ જશે.ખાસ કરીને એક નવી શરૂઆત માં જમ્મુ-કાશ્મીરમાં થનાર છે.રાજ્યને હવે ખાસ દરજ્જો રહેશે નહીં દેશના અન્ય રાજ્યોની જેમ જ ત્યાં કાયદા લાગુ પડશે.
નર્મદા સુગરના ચેરમેન ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે દેશમાં કોઈપણ જગ્યાએ રહેનાર વ્યક્તિ હવે જમ્મુ-કાશ્મીરમાં સંપત્તિની ખરીદી કરી શકશે.પહેલા આ જોગવાઈ કરવામાં આવી ન હતી.બીજી બાજુ જમ્મુ-કાશ્મીરના અગાઉ પોતાનો ધ્વજ હતો પરંતુ હવે અલગ ધ્વજ રહેશે નહીં. હવે જમ્મુ-કાશ્મીરના રાષ્ટ્રધ્વજ લેવામાં આવશે.હજુ સુધી સરકારી ઓફિસોમાં ભારતના ધ્વજની સાથે જમ્મુ કાશ્મીર માટે સંરક્ષણ, વિદેશ સિવાય અન્ય નિર્ણયમાં તકલીફ પડતી હતી. કલમ 356 પણ લાગુ થઈ શકતી ન હતી જેથી રાષ્ટ્રપતિની પાસે રાજ્ય સરકારને દરખાસ્ત કરવાનો અધિકાર પણ ન હતો.
જીલ્લા મહામંત્રી ગજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે જમ્મુ કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન નહીં બલ્કે રાજ્યપાલ શાસન રહેતું હતું.જમ્મુ-કાશ્મીર હવે કેન્દ્રશાસિત પ્રદેશ રહેશે. બેવડી નાગરિકતા પણ ખતમ થઈ ગઈ છે.કલમ 370 ના કારણે જમ્મુ-કાશ્મીરમાં મતદાનનો અધિકાર ત્યાંના સ્થાનિક નાગરિકોને હતો બીજા રાજ્યના લોકો મત આપી શકતા ન હતા.ઉમેદવાર પણ બની શકતા ન હતા.આ નિર્ણય બાદ ભાજપના કોઈ પણ નાગરિક ત્યાંના વોટર બની શકે છે. ઉમેદવાર બની શકે છે.
જોકે હજુ સુધી જમ્મુ-કાશ્મીરમાં 87 સીટો હતી પરંતુ હવે કેન્દ્ર શાસિત પ્રદેશ બનવાથી પ્રદેશે રહેશે અને વિધાનસભાની અવધિ છ વર્ષની જગ્યા પાંચ વર્ષની રહેશે. આરટીઆઇ કાનૂન પણ કાશ્મીરમાં ચાલશે. કલમ ને દૂર કરવા માટે લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી હતી.જોકે કેટલાક લોકો આનો વિરોધ પણ કરી રહ્યા છે. 
રિપોર્ટ: જ્યોતિ  જગતાપ રાજપીપળા
Translate »
%d bloggers like this: