બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી રાજપીપળાના વિદ્યાર્થીઓની અનોખી સિદ્ધિ

રાજ્યકક્ષાની રાષ્ટ્રીય સેવા યોજના દિવસની ઉજવણી માં બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી રાજપીપળાના વિદ્યાર્થીઓની અનોખી સિદ્ધિ.

ઢોલાર ના આદિવાસી ગાને સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર શોર્ટ ફિલ્મ બનાવી રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવી.

રાજપીપલા, તા. 27

નર્મદા જિલ્લો આદિવાસી વિસ્તાર હોવા છતાં અહીંના આદિવાસીઓ હવે વિવિધ ક્ષેત્રે કૌવત દાખવી રહ્યા છે, જેમાં રાજપીપળા ખાતે આવેલ બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી રાજપીપળાના વિદ્યાર્થી અને નાંદોદ તાલુકાના ઢોલાર ગામના રહેવાસી ધર્મેશ અમરસિંહ વસાવા અનોખી સિદ્ધિ મેળવીને ગુજરાત અને નર્મદા નું ગૌરવ વધાર્યું છે. રાજપીપળાની બિરસા મુંડા યુનિવર્સિટી બીએ ના બીજા વર્ષ માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ધર્મેશ સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર સૉર્ટ ફિલ્મ બતાવી રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. જ્યારે ફોટોગ્રાફી પ્રદર્શન દ્વિતીય ક્રમાંક કરી બેવડી સિદ્ધિ મેળવી યુનિવર્સિટી નું ગૌરવ વધાર્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર તા ૨૨ થી ૨૪ સપ્ટેમ્બર દરમિયાન રાજ્ય કક્ષાની રાષ્ટ્રીય સેવા યોજના દિવસની ઉજવણી સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભવિદ્યાનગર ના યજમાન પદે દજુદી જુદી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રોગ્રામ ઓફિસર રાજેન્દ્રભાઈ ઝાલા, વસાવા ધર્મેશ, રાઠવા જૈમીન અને બીલ વિપુલ એ ભાગ લીધો હતો. જેમાં વસાવા ધર્મેશ અમરસિંગ શોર્ટ ફિલ્મના પ્રથમ અને ફોટોગ્રાફી પ્રદર્શનમાં દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. જે બદલેલ કુલસચિવ વિજયસિંહ વાળા, કેમ્પસ કોઓર્ડીનેટર ડો.મનીષ ભાઈ ચૌધરી અને કોલેજ સ્ટાફ દ્વારા અભિનંદન પાઠવ્યા હતા.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

Translate »
%d bloggers like this: