કચ્છ એક્સપ્રેસમાં બોગસ આધાર-પુરાવાના આધારે પ્રવાસ કરતાં 67 પ્રવાસી ઝડપાયાં

કચ્છ એક્સપ્રેસમાં બોગસ આધાર-પુરાવાના આધારે પ્રવાસ કરતાં 67 પ્રવાસી ઝડપાયાં

કચ્છખબરડૉટકોમ, ભુજઃ ‘કચ્છ એક્સપ્રેસ’માં બુક કરાયેલી સંદિગ્ધ ઈ-ટિકિટ સંદર્ભે પશ્ચિમ રેલવેએ અનેક PNR બ્લોક કર્યા બાદ છેલ્લાં 7 દિવસથી હાથ ધરેલી સરપ્રાઈઝ તપાસમાં બોગસ કે નકલી આધાર-પુરાવા હેઠળ પ્રવાસ કરી રહેલા કુલ 67 પ્રવાસીને ઝડપી પાડ્યાં છે.
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી રવિન્દ્ર ભાસ્કરે જણાવ્યું કે આ 67 પ્રવાસીઓ પાસેથી 62310 રૂપિયા દંડ વસૂલવામાં આવ્યો છે. તો, પ્રવાસીઓની પૂછતાછ દરમિયાન તેમને રાપરના ટ્રાવેલ એજન્ટ આશિષ દરજીની કડી મળી હતી.
દરજી બોગસ આધારો મારફત ઈ-ટિકિટ બુક કરાવતો હતો. રેલવે વિજીલન્સની તપાસમાં સ્પષ્ટ થયું હતું કે ટ્રેન નંબર 22956 ભુજ-બાંદ્રા કચ્છ એક્સપ્રેસમાં બુક કરાયેલી અનેક ઈ-ટિકિટ્સ દિવાળી દરમિયાન અલગ અલગ તારીખે એક જ નામનો ઉપયોગ કરી બુક કરાઈ હતી. આ ટિકિટ સંદિગ્ધ સોફ્ટવેર દ્વારા અનધિકૃત એજન્ટોએ બુક કરી હતી.

.રિપોર્ટ અસઞર માંજોઠી કચ્છ.

Translate »
%d bloggers like this: