ખાણ-ખનિજના નિયમો ન માત્ર અભેરાઈએ પણ ઊંડી ખાણમાં ધકેલી દેતા ભુજ-માંડવી રોડ પાસે આવેલા ધુણઇના ભેડીયાની દાસ્તાન

ખાણ-ખનિજના નિયમો ન માત્ર અભેરાઈએ પણ ઊંડી ખાણમાં ધકેલી દેતા ભુજ-માંડવી રોડ પાસે આવેલા ધુણઇના ભેડીયાની દાસ્તાન

અખુટ ખનિજ સંપદા ધરાવતા કચ્છ જિલ્લામાં ભુજ-માંડવી હાઇવે પર ધુણઇ પાસે આવેલ મધ્યે લીઝ બ્લેક ટ્રેપમાં મજૂરોની સેફટી સહિત અનેક ખાણ-ખનીજ વિભાગના કાયદાઓનું સરેઆમ ઉલ્લંઘન થતું જોવા મળ્યું છે.

કચ્છમાં લાંબા સમયથી ખનીજ ચોરીની અનેક ફરિયાદો સામે આવી છે ત્યારે ધુણઇ ગામની આસપાસ આવેલ બ્લેક ટ્રેપની લીઝોમાં અમુક લીઝ વિસ્તારને ફેન્સિંગ નથી જેના કારણોસર અનેક પશુઓને જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે.

ત્યારે ધુણઇ ગામના લીઝ વિસ્તારમાં વગર મંજૂરીએ ખોદકામ કરી તંત્રની મીઠી નજર હેઠળ રીતસરની ખનીજ ચોરી થયી રહી છે. સાથે સાથે તે વિસ્તારમાં મોટા પાયે બ્લાસ્ટિંગ કરી, નિયમ વિરુધ્ધ ઊંડા ખાડા કરી ખનિજનું નિકંદન કરવામાં આવી રહ્યું છે. જે કારણોસર આસપાસના બોરના પાનું ઊંડા જતાં હોવાથી ખેડૂતોને ભારે નુકશાની વેઠવાનો વારો આવી રહ્યો છે.

અમુક મોટા માથા પોતાની લીઝની જગ્યાએથી ખનીજ કાઢવાની બદલે સરકારી પડતર જમીનમાંથી ખનીજ કાઢી કાયદેસર ખનીજ ચોરી કરતાં હોવાની ચોકાવનારી વિગતો સામે આવી છે. આ સિવાય પણ ખનીજ ચોરી સમયે નીકળતો મલબો પણ ચરિયાણ જમીન પર ઠાલવતો હોવાથી માનવ તેમજ પશુઑની જિંદગી જોખમાય તેમ છે.

આ વિસ્તારના લીઝ ધારકો વગર લીઝ રિન્યૂ કરાવ્યા વગર છેલ્લા લાંબા સમયથી રોયલ્ટી ચોરી કરતાં હોવાનું પણ સામે આવ્યું છે
રિપોર્ટ અસઞર માંજોઠી નાગ્રેચા કચ્છ જિલ્લા

Translate »
%d bloggers like this: