ગઢશીશા શર્મશાર : ૨ વર્ષની માસૂમ બાળકી પર ગામના જ શખ્સ દ્વારા હેવાનિયત

ગઢશીશા શર્મશાર : ૨ વર્ષની માસૂમ બાળકી પર ગામના જ શખ્સ દ્વારા હેવાનિયત

કચ્છમાં બળાત્કાર ખૂન ચોરી લૂંટફાટની ઘટનાઓ દિવસે દિવસે વધી રહી છે માંડવી તાલુકામાં હાલમાં જ એક રાજકીય આગેવાન ની બળાત્કારની ફરિયાદ માંડવી પોલીસ સ્ટેશન ખાતે નોંધાઇ છે ત્યારે વધુ એક શર્મસાર કરી મુકે તેવી વારદાત માંડવી તાલુકામાં સામે આવી છે. તાલુકાના ગઢશીશા ગામે બે વર્ષ ની ફુલ જેવડી નાની બાળા ઉપર ગામના જ એક નરાધમે નજર બગાડી હતી તે 2 વરસ ની બાળા ને એકાંત જગ્યા એ લઈ ગયો હતો , નરાધમ બાળાને ગામમાં એક નવા બનતા બિલ્ડીંગ ઉપર આ નરાધમ બાળાને લલચાવી ફોસલાવીને લઈ ગયો હતો ત્યાં તેણે એકાંત જોઈને બાળા ના કપડા ઉતારીને શારીરિક અડપલા કરતો હતો ત્યારે બાળાએ રાડો રાડ કરી મૂકતા બિલ્ડિંગમાં કામ કરતા કામદારોને જાણ થતા આ સમગ્ર ઘટના ખુલ્લી પડી ગઇ હતી.

ગઢસીસા પોલીસના પી એસ આઈ ઝાલાએ આગળની વધુ તપાસ હાથ ધરી છે . ધોર કળિયુગ તે આનું નામ બે વરસની ફૂલ જેવી પોતાની દીકરી સમાન આ બાળા ઉપર નરાધમે નજર બગાડતા તેના ઉપર ફિટકાર ગામજનોએ બતાવ્યો છે. હાલમાં માંડવી તાલુકામાં બળાત્કારની ઘટનાએ અને આ બાળા પર ની ઘટના ગઢશીશા ગામે બનેલી છે. બે વર્ષની બાળા ઉપર ની ઘટના એ માંડવી પંથકમાં ચકચાર મચાવી દીધી છે આરોપી ની અટક કરવા પોલીસે વધુ ચક્રો ગતિમાન કર્યા છે

રિપોર્ટ અસઞર માંજોઠી કચ્છ

Translate »
%d bloggers like this: