પશ્ચિમ કચ્છ SP કચેરીના સિનિયર ક્લાર્કને બેદરકારી બદલ સસ્પેન્ડ કરી દેવાયો

પશ્ચિમ કચ્છ SP કચેરીના સિનિયર ક્લાર્કને બેદરકારી બદલ સસ્પેન્ડ કરી દેવાયો

ભુજમાં પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક કચેરીમાં સિનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતાં આર.આઈ.ગોસ્વામીને સસ્પેન્ડ કરી દેવાતાં કર્મચારીઓમાં સન્નાટો છવાઈ ગયો છે.

પોલીસદળના કર્મચારીઓના પ્રમોશન સહિતની બાબતે હાઈકૉર્ટમાં દસેક માસ અગાઉ થયેલી એક પીટીશન સંદર્ભે ગોસ્વામીએ પોલીસ દળ વતી સમયસર જવાબ રજૂ કર્યો નહોતો. આ બેદરકારીને SPએ ગંભીર ગણી ફરજમોકૂફીનું પગલું ભર્યું હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે.
એસપી કચેરીમાં છેલ્લાં ત્રણેક દાયકાથી કાર્યરત ગોસ્વામીને ફરજમોકૂફ કરી દેવાનો ગઈકાલે સાંજે એસપીએ હુકમ કર્યો હતો. પોલીસ વડાના આ પગલાંથી બેદરકાર કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે

રિપોર્ટ અસઞર માંજોઠી નાગ્રેચા કચ્છ

Translate »
%d bloggers like this: