માધાપરની તબીબી છાત્રા એકતરફી પ્રેમમાં પાગલ યુવકની વિકૃત હરકતોથી ડીપ્રેશનમાં

માધાપરની તબીબી છાત્રા એકતરફી પ્રેમમાં પાગલ યુવકની વિકૃત હરકતોથી ડીપ્રેશનમાં

ભુજઃ માધાપરમાં રહેતી અને કચ્છ બહારની મેડિકલ કોલેજમાં તબીબી વિદ્યાશાખામાં અભ્યાસ કરતી 19 વર્ષની યુવતી તેના એકતરફી પ્રેમમાં પાગલ બનેલાં ગામના યુવકની વિકૃત હરકતોના કારણે ડીપ્રેશનમાં મુકાઈ ગઈ છે.
યુવકની અશ્લિલ હરકતો અને રંજાડ અંગે યુવતીના પિતાએ ભુજ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
પોલીસે માધાપર નવાવાસમાં રામમંદિરની બાજુમાં રહેતા હસમુખ શાકજીભાઈ ગરવા નામના યુવક વિરુધ્ધ આઈપીસી 354 (1) (1) અને IT એક્ટની કલમ 67 (a) હેઠળ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. પીડિત યુવતી દોઢેક વર્ષ અગાઉ માધાપર બસ સ્ટેન્ડ પાસે હસમુખના પરિચયમાં આવી હતી. ત્યારબાદ હસમુખે ફેસબૂક અને વોટસએપ મારફતે યુવતી સાથે પરિચય જાળવ્યો હતો. યુવતી તેને મિત્ર માનીને સામાન્ય વાતચીત કરતી રહેતી હતી. પરંતુ, હસમુખ યુવતીના એકતરફી પ્રેમમાં ડૂબી ગયો હતો. થોડાંક સમય અગાઉ હસમુખે ફેસબૂક પર યુવતીને પોતાની સાથે લગ્ન કરવા દબાણ કરી જણાવ્યું હતું કે તારા માટે મેં 8 મહિના અગાઉ કરેલા લગ્ન તોડી નાખ્યાં છે. ત્યારબાદ તેણે યુવતી પર લગ્ન કરવા દબાણ વધારી દીધું હતું. એક દિવસ આરોપીએ યુવતીને વિડિયો કૉલ કર્યો હતો. યુવતીએ ફોન ભૂલથી ઉપાડી લેતાં તેમાં તે સંપુર્ણ નગ્ન હાલતમાં હતો અને યુવતીને પોતાના અંગો બતાડવા માંડ્યો હતો. જેથી યુવતીએ તેનો ફોન કટ કરી દઈ નંબર બ્લોક કરી દીધો હતો. યુવતીએ તેને અવગણવાનું શરૂ કરતાં ગત 9મી સપ્ટેમ્બરે આરોપી યુવતીની કોલેજમાં આવી ચઢ્યો હતો. જ્યાં હંગામો થતાં કોલેજના સિક્યોરીટી ગાર્ડોએ તેને પકડીને તેની પાસે માફીપત્ર લખાવ્યો હતો. તેની હરકતોથી વાજ આવી ચૂકેલી યુવતી ડીપ્રેશનમાં જતી રહી છે. ગત અઠવાડિયે યુવતીના માતા-પિતા તેને મળવા ગયા હતા ત્યારે તેને ઉદાસ જોઈ માવતરે પૂછપરછ કરતાં યુવતી ચોધાર આંસુએ રડી પડી હતી અને યુવકની હરકતો અંગે જાણ કરી હતી.

આરોપીના પીડિતાના ઘર પાસે બાઈકથી આંટાફેરા, પીછો કરે છે

આરોપીની હરકતોથી તણાવમાં મુકાઈ ગયેલી પુત્રીને માતા-પિતા હાલ ઘરે લઈ આવ્યા છે. જો કે, પીડિતા ઘરે આવી હોવાનું જાણી જતાં આરોપી રોજ તેના ઘર પાસે મોઢા પર રૂમાલની બુકાની બાંધી બાઈક પર સતત આંટાફેરા માર્યાં કરે છે. આરોપી યુવતીના ભાઈનો પણ પીછો કર્યા કરે છે. ઘર પર કાંકરી નાખી પોતાના તરફ ધ્યાન આકર્ષિત કરવા પ્રયાસો કર્યાં કરે છે
રિપોર્ટ અસઞર માંજોઠી નાગ્રેચા કચ્છ

Translate »
%d bloggers like this: