અમદાવાદથી સળિયા ભરીને ભુજ આવતી ટ્રક પલ્ટી મારી ગઈ ડ્રાઇવર-કલીનરના મોત

અમદાવાદથી સળિયા ભરીને ભુજ આવતી ટ્રક પલ્ટી મારી ગઈ : ડ્રાઇવર-કલીનરના મોત

ધાંગધ્રા હળવદ રોડ ઉપર કચ્છ બાજુ જતો ટ્રક લોખંડના સળીયા ભરી જતો હતો ત્યારે ધનાળા ગામના પાટિયા પાસે અચાનક ટ્રકે પલટી મારતા ડ્રાઇવર અને કલીનર ટ્રકની નીચે દબાઇ જતા ઘટનાસ્થળે બંનેના મોત થઇ જતા ક્રેઇન મંગાવી મૃતદેહને બહાર કાઢવા પડયા હતા.

ડ્રાઇવરે ટ્રક ઉપરનો કાબુ ગુમાવતા અચાનક જ આ ટ્રક પલટી મારી જતા ડ્રાઇવર અને કલીનર બંને દબાઇ જવાના કારણે ઘટના સ્થળ ઉપર જ મોત નિપજયા હતા ત્યારે આ ઘટના સ્થળ ઉપર પોલીસ પહોંચી અને અને ટ્રકની હાલત જોતા પોલીસે આ ઘટનામાં મોત થયું છે કે કેમ જેની તપાસ હાથ ધરી હતી ત્યારે ટ્રકના ડ્રાઇવર અને ક્લીનર ન જોવા મળતા તાત્કાલિક ધોરણે ક્રેન મંગાવી અને ટ્રકને ઉભો કરવામાં આવતા આ પલટી મારેલા ટ્રકની નીચે ફસાઇ ગયેલી હાલતમાં ટ્રક ડ્રાઇવર અને તેનો કલીનર બંને વ્યકિત મૃત હાલતમાં જોવા મળ્યા હતા ત્યારે બંનેના મૃતદેહો અંગેની ઓળખ મેળવવા માટેની તપાસ હાથ ધરી છે ત્યારે પોલીસનું અનુમાન મુજબ આ ટ્રક અમદાવાદથી ભુજ તરફ જતો હોવાનું અનુમાન સેવાઇ રહ્યું છે તપાસ ચાલુ છે.
રિપોર્ટ અસઞર માંજોઠી નાગ્રેચા કચ્છ

Translate »
%d bloggers like this: