ભુજ અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલમાં અનેક અસુવિધા બાબતે સામાજિક કાર્યકર રફીક મારાએ યોજ્યા ધરણાં કલેકટરને આપ્યું આવેદનપત્ર

ભુજ અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલમાં અનેક અસુવિધા બાબતે સામાજિક કાર્યકર રફીક મારાએ યોજ્યા ધરણાં કલેકટરને આપ્યું આવેદનપત્ર

ભુજમાં રાજકીય અને સામાજિક અગ્રણી એવા રફીક મરાએ ભુજની અદાણી સંચાલિત જી.કે.જનરલ હોસ્પિટલ બાબતે આજરોજ સવારના અગિયાર વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી ધરણાંયોજી અદાણી વિરુદ્ધ પગલા લેવા તંત્ર સામે માંગ કરવામાં આવી હતી જેમાં ગરીબ પ્રજાજનોને સારવાર લેતી વખતે અનેક દર્દીઓએ જીવખોયા હોવા સહિતના ઉદાહરણ

આપી તંત્રનું ધ્યાન દોર્યું હતું અને ભુજમાં ટાઉનહોલની પાછળ સમગ્ર કચ્છ જિલ્લામાંથી અનેક અગ્રણીઓ તેમજ સામાજિક કાર્યકરો સ્વૈછીક સંસ્થાઓના હોદ્દેદારો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર કાર્યક્રમ માં મુખ્યત્વે કચ્છ જિલ્લાની એક માત્ર સરકારી હોસ્પિટલ દ્વારા ગરીબ પરિવારો પ્રત્યે કરાઈ રહેલા અન્યાય સામે અનેક સવાલો ઉઠાવ્યા હતા જેમાં આ અદાણી હોસ્પિટલમાં ત્રણ ત્રણ વખત ટ્રોમાસેન્ટર નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હોવા છતાં ટ્રોમાસેન્ટર આજ દિવસ સુધી ખુલ્લુ મુકવામાં આવ્યું નથી કચ્છ જિલ્લામાં અનેક અકસ્માતો સર્જાવાના રોજિંદા બનાવો બનતા હોય છે જેમાં વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવાની ભલામણો કરાતી હોવાના કારણે છ કલાક જેવો સમય વ્યતીત થઈ જતો હોવાથી અનેક દર્દીઓના મૃત્યુ થયા છે ત્યારે ટ્રોમાસેન્ટર તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે તદુપરાંત હૃદયરોગના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર પણ નથી, કેન્સરની સારવાર થતી નથી,કીડની ના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર નથી, જરૂરી દવાઓનો યોગ્ય જથ્થો નથી, સિનિયર ડોકટરોની ઘટ છે, કચ્છની પ્રજાને ઉત્તમ આરોગ્ય સેવા આપવાના વચનનું ભંગ થઈ રહ્યું છે અને સરકાર પણ અદાણીનુંજ સાંભળી રહી છે તે ઉપરાંત કચ્છના દર્દીઓની પીળા સમજવામાં હજી કેટલો સમય લાગશે..? તેવા ચાબખા માર્યા હતા આ કાર્યક્રમ દરમિયાન અનેક સામાજિક અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહી સરકાર સમક્ષ અનેક માંગો મૂકી હતી જેમાં અબડાસા તાલુકાના કોંગ્રેસના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ કહ્યું હતું સરકાર દ્વારા કચ્છના ભુજોડી અને ભચાઉ પાસે આવેલા પુલનું કામ કેટલા સમયમાં પૂર્ણ થશે અને સરકાર દ્વારા અનેક શાળાઓ બંધ કરવામાં આવશે તેવા આદેશો પણ કરાયા છે જે તદ્દન ગેરવ્યાજબી છે અને નાના પરિવારના લોકોને આ ખોટા નિર્ણયનો સામનો કરવો પડશે તેની જવાબદાર પણ આજ સરકાર હશે તો બીજી તરફ ભુજ તાલુકાના ખાવડાના અગ્રણી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ સરકાર આરોગ્યક્ષેત્રે કામગીરી કરવામાં ઉણી ઉતરી રહી છે જ્યારે લોકોને પાયાની સુવિધાઓ આપવાની જગ્યાએ ઠેકઠેકાણે જાણે ડોક્ટરોના હાટડા ધમધમી રહ્યા છે અને કચ્છના નાગરિકોની સાથે ખુલ્લેઆમ ચેડા થઇ રહ્યા હોવાનું પણ જણાવ્યું હતું ત્યારે કોંગ્રેસના નગરસેવક અને વિરોધપક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે અગાઉ પણ અદાણી દ્વારા અસહ્ય ભાવવધારો ગરીબ લોકો પર ઝીંકવામાં આવ્યો હતો ત્યારે પણ કોંગ્રેસ દ્વારા ઉગ્રવિરોધ નોંધાવી ધરણા કરવામાં આવ્યા હતા અને તાત્કાલિક અસરથી રૂપિયા ૧૦ ની જગ્યાએ ૬૦ રૂપિયા જેટલા ભાવ માત્ર પાનું કઢાવવાના કરવામાં આવ્યું હતું જે સરકાર દ્વારા પરત લઈને માત્ર ૧૦ રૂપિયા જેટલો ભાવ રાખવાનો નિર્ણય કરાયો ત્યારે ફરી પાછા રફીક મારા દ્વારા જે લડાઈ કચ્છના હિત માટે ચાલુ કરવામાં આવી છે જે તદ્દન વ્યાજબી છે અને આ લડાઈમાં અહીં પધારેલા સમગ્ર લોકોએ રફીક મારાને ટેકો જાહેર કર્યો હતો અને સર્વે લોકો સાથે મળીને કચ્છ કલેકટર નાગરાજને મળી લોકો સાથે થઇ રહેલા અન્યાયની સંપૂર્ણ વિગતથી વાકેફ કરી અને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું વધુમાં રફીક મારાએ જણાવ્યું હતું કે આજ એક દિવસના ધરણા કરવાની મંજૂરી અમે તંત્ર પાસે માંગણી કરી હતી પરંતુ આજે સવારના દસ વાગ્યા સુધી તંત્ર દ્વારા કોઇ જ મંજૂરી અમોને આપવામાં આવી ન હતી ત્યારે સ્પષ્ટ સાબિત થઇ રહ્યું હતું કે સરકાર દ્વારા કોઈ પણ યેનકેન પ્રકારે દબાવ બનાવી પિક્ચર કાર્યક્રમ યોજાય તેવા દરેક પ્રયાસો આરંભવામાં આવ્યા હતા પરંતુ દીન દુખી પરિવારોના હિતને ધ્યાનમાં લઇ સમગ્ર કચ્છ જિલ્લામાં થી બહોળા પ્રમાણમાં પ્રતિસાદ સાંપડયો હતો ખરેખર કરોડો અને અબજો રૂપિયાની જમીન સરકાર દ્વારા કચ્છના નાગરિકો અને જરૂરત મંદ પરિવારો માટે ખર્ચ કરીને હોસ્પિટલ બનાવવામાં આવી હતી જે હવે મિલીભગતને કારણે અદાણી ના પાડે ચાલી ગઈ છે અને કચ્છમાંથી કરોડોની કમાણી કરતી આ સરકાર કચ્છના ભવિષ્યમાં ડોક્ટર બનવાનું સ્વપ્ન સેવતા અનેક યુવાનોને પાસેથી નાણાં ખંખેરીનેજ પ્રવેશ આપવા જેવી વાતો પણ છે કરી રહ્યા છે ત્યારે સરકારે કચ્છને થઈરહેલા અન્યાય આ બાબતે યોગ્ય નિર્ણય લઈ કચ્છની એકમાત્ર જી કે જનરલ હોસ્પિટલ કચ્છને પરત કરી યોગ્ય ન્યાય આપવો જોઈએ અન્યથા કચ્છના અનેક દર્દીઓ મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે અને આવનારા દિવસોમાં પણ ગરીબ દર્દીઓની હાલત કફોડી બનતી જશે અને અદાણી માત્ર કરોડોની કમાણી કરી ભ્રષ્ટ સરકારની મિલીભગતથી પોતાનું રાજ ચલાવતી રહેશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી તેવા ચાબખા માર્યા હતા

Translate »
%d bloggers like this: