ભાવનગર સુભાષનગર મુન્નીડેરી રોડ પાસેથી ચોરાઉ મોપેડ મો.સા.સાથે એક ઇસમને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર.

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી. વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. શ્રી. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં બનેલ ચોરીના અનડીટેકટ બનાવો ડીટેકટ કરવા માટે સખત સુચના આપેલ.

 

જે સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો ભાનગર શહરે વિસ્‍તારમાં શકદારોની હકિકત મેળવવા પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્‍યાન પેટ્રોલીંગ ફરતાં-ફરતાં હેડ કોન્સ સાગરભાઇ જોગદીયા તથા હેડ કોન્સ મહેન્દ્રભાઇ ચૌહાણ ને સયુકત બાતમીરાહે હકિકત મળેલ કે, દીપકચોક સર્કલ પાસે એક ઇસમ ચોરીનું શંકાસ્પદ કાળા કલરનું ટી.વી.એસ ચેમ્પ મો.સા. નંબર વગરનું લઇને ઉભો છે.તેમ હકિકત મળેલ અને જે હકિકત આઘારે સદર જગ્યા ઉપર જઇ વેરફાઇ કરતા મજકુર ઇસમ હાજર મળી આવતા તુરતજ તેને પકડી તનું નામ સરનામું પુછતા શશીકાંતભાઇ ઉર્ફે ઝાલા ભાઇલાલભાઇ પટેલ ઉ.વ.૪૯ રહે.ઘોઘારોડ શીતળામાતાના મંદીરની સામે ,બાપુનગર,દરબારના મકાનમા ભાડેથી ભાવનગર.હાલ-અંબાડાગામ, તા.પાદરા,જી.વડોદરાવાળો હોવાનું જણાવતા તેને પકડી તેની કબ્જામાં કાળા કલરનું ટી.વી.એસ એકસલ સુપર મોપેડ મો.સા નંબર વગરનું મળી આવતા જે મોપેડ મો.સા.ના આઘાર પુરાવા માંગતા નહી હોવાનું જણાવતા જેના ચેસીસ નંબર જોતા MD621BD12D1L92203 તથા એન્જીન નં. 0D1LD1123051 ની કિ.રૂ.૧૦,૦૦૦/-ગણી સી.આર.પી.સી. કલમ-૧૦૨ મુજબ તપાસના કામે કબ્જે કરેલ છે. અને મજકુર ઇસમને સી.આર.પી..સી. ૪૧(૧) (ડી) મુજબ ઘોરણસર અટકાયત કરવામા આવેલ છે.સદરહું મો.સા. C R P C 102 મુજબ શકપડતી મિલકત ગણી કબ્જે કરેલ અને આગળની કાર્યવાહી માટે ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં સોપી આપેલ છે.

મજકુર ઇસમની પુછ પરછ કરતા સદરહું મો.સા. આજથી બારેક દીવસ પહેલા સુભાષનગર મુન્ની ડેરી પાસે હર્ષીલા હનુમાનની સામેની સાઇડમાથી ચોરી કરેલ હોવાનુ જણાવેલ જે બાબતે ઘોઘારોડ પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.ન. ૨૩૮૬/૨૦૨૦ ઇ.પી.કો. ૩૭૯ મુજબનો ગુન્હો નોઘાયેલ છે.

 

આ સમગ કામગીરીમાં એલ.સી.બી.નાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા ની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં હેડ કોન્સ સાગરભાઇ જોગદીયા તથા હેડ કોન્સ. મહેન્દ્રભાઇ ચૌહાણ તથા ઘનશ્યામભાઇ ગોહીલ તથા જયરાજસિંહ જાડેજા તથા વનરાજભાઇ ખુમાણ તથા ભૈપાલસિંહ ચુડાસમા તથા મહીપાલસિંહ ગોહીલ તથા પો.કોન્સ.સંજયભાઇ ચુડાસમા તથા પો.કોન્સ. વિઠ્ઠલભાઇ બારૈયા તથા ઇમ્તીયાજખાન પઠાણ વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.

Translate »
%d bloggers like this: