મહુવા તાલુકાના કોટડા ગામે હક માટે આંદોલન કરી રહેલ 90 કોળી સમાજના બહેનો માતા ઓ પર સરકાર દ્વારા કરવામાં આવેલ તમામ ખોટા કેસો પાછા ખેંચવા બાબત માટે આવેદનપત્ર આપ્યું હતું.

કલ હમારા યુવા સંગઠન એ બિનરાજકીય સંગઠન છે અને કોળી સમાજના જાગૃત યુવાનો દ્વારા સ્થાપવામાં આવેલ છે . કોળી સમાજમાં શિક્ષણ . હક અધિકારની જાણકારી આપવાનું અને કોળી સમાજ પર થતા અત્યાચારો સામે લડતું સંગઠન છે . આજથી 15 દિવસ પહેલા કલ હમારા યુવા સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ કોળી ધરમશીભાઈ ધાપા દ્વાર એક વિડીઓના માધ્યમથી ગુજરાત સરકારને રજૂઆત કરેલી કે મહુવા કોટડામાં કોળી સમાજના લોકો જે જમીન બાબતે હક અધિકાર માટે દોલન કરી રહ્યા હતા ત્યારે તેઓને ઢોર માર મારી 90 લોકો પર સરકાર દ્વારા ખોટા કેસો કરવામાં આવેલ તે કેસો પાછો ખેંચવા રજૂઆત કરેલ . એકાદ મહિના અગાઉ ગુજરાત સરકાર દ્વારા હાર્દિક પટેલ , ટંકારાના કોંગી ધારાસભ્ય લલિત કગથરા , ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા કુલ 30 લોકો સામે સરકાર દ્વારા જે પોલીસ કેસ કરવામાં આવેલ તે પાછા ખેંચી લીધેલ છે . અમારી સરકારને માંગ છે કે જો પાટીદારો સામે કરવામાં આવેલ કેસો સરકાર પાછા ખેંચી શકતી હોય તો મહુવા કોટડામાં 90 કોળી સમાજના બહેનો માતાઓ ભાઈ ઓ પર કરવામાં આવેલ કેસો પાછા કેમ ના ખેચી શકાય ? શું કાયદો અલગ અલગ જ્ઞાતિઓ માટે અલગ અલગ છે ? આ સરકાર જ્ઞાતિવાદ ચલાવી રહી છે . અમારા સંગઠનની માગ છે કે મહુવા કોટડામાં 90 કોળી સમાજના લોકો પર કરવામાં આવેલ તમામ કેસો 15 દિવસમાં પાછા ખેચવામાં આવે . જો સરકાર 15 દિવસમાં તમામ કેસો પાછા નહીં ખેંચે તો અમારે તબકકાવાર આંદોલન કરવાની ફરજ પડશે. આ બાબતને સરકાર ગંભીરતા થી લે અને ઉપર દર્શાવેલ તમામ કેસો પાસા ખેંચે .

Translate »
%d bloggers like this: