ભાવનગર જિલ્લાના તમામ તાલુકાના જનસેવા કેન્દ્રો ખાતે આવતીકાલથી અરજદારોના ફરજિયાત રેપીડ ટેસ્ટ કરાશે.

ગુજરાત નાં અમદાવાદ, રાજકોટ, સુરત અને અન્ય જિલ્લાઓમાં વધી રહેલા કોરોના કેસ ને જોતા આવતીકાલથી ભાવનગર જિલ્લાના તમામ જનસેવા કેન્દ્રો ખાતે અરજદારોના ફરજિયાત કોરોના ટેસ્ટ કરવામાં આવશે. આ અંગે જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે ભાવનગર જિલ્લામાં કોરોના સંક્રમણનો ફેલાવો અટકે તથા આ મહામારી પર સત્વરે કાબુ મેળવી શકાય તે હેતુથી જિલ્લાની તમામ પ્રાંત તેમજ મામલતદાર કચેરીઓ ખાતે આવેલ જનસેવા કેન્દ્રોમાં નિઃશુલ્ક રેપીડ એન્ટીજન ટેસ્ટની સુવિધા શરૂ કરવામાં આવેલ છે.હાલ તહેવારો દરમિયાન બજારોમાં ખરીદી તેમજ ભીડભાડ વાળી જગ્યાઓએ લોકોના આવગમનના કારણે લોકોનો પરસ્પર સંપર્ક વધ્યો હોય ત્યારે કોરોના સંક્રમણ વધવાની શક્યતાઓ પણ વધી જાય છે. જેથી આવનારા 10 દિવસો સાવચેતીની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ હોય તેથી તમામ જનસેવા કેન્દ્રો ખાતે સ્વયંભૂ કરવામાં આવતા કોરોના ટેસ્ટ હવે ફરજિયાત કરવામાં આવ્યા છે.ઉલ્લેખનીય છે કે જનસેવા કેન્દ્રો ખાતે આસપાસના ગામડાઓમાંથી પણ બહોળી સંખ્યામાં અરજદારો આવતા હોય છે ત્યારે કોરોના સંક્રમિત વ્યક્તિની ઓળખ પણ ટેસ્ટ થકી સરળતાથી થઈ શકશે સાથે સાથે કોરોના સંક્રમિત વિસ્તારની પણ સરળતાથી ઓળખ થઈ શકશે.આ કારણોસર જનસેવા કેન્દ્ર ખાતે આવતા તમામ અરજદારોના આવતીકાલથી ફરજિયાત કોરોના ટેસ્ટ કરવાનો તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

 

 

 

 

ભાવનગર જિલ્લાના ભાવનગર,સિહોર,પાલીતાણા, ગારીયાધાર, ઘોઘા,ઉમરાળા,જેસર,મહુવા,તળાજા તથા વલ્લભીપુર ખાતે આવેલા જનસેવા કેન્દ્રો ખાતે આ સેવા આવતીકાલથી શરૂ થશે.જયાં આવતા તમામ અરજદારોના ફરજિયાત રેપીડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવશે.જિલ્લા કલેકટરશ્રીએ અપીલ કરતાં જણાવ્યું છે કે અરજદારો તથા અન્ય નાગરિકો સામે ચાલીને પોતાનો કોવિડ ટેસ્ટ કરાવી તંત્રને સહકાર આપે તે ઈચ્છનીય છે.

Translate »
%d bloggers like this: