ધન્ય છે આ ભાવેણાની ધરાને

ધન્ય છે આ ભાવેણાની ધરા

ભાવનગર દરબારને માથાં આપનાર બંને અડિખમ કોળી
(ડાબો ફોટો જીણાભાઈ સોલંકી)
(જમણો ફોટો વાલાભાઈ બારૈયા)

316 વરસ પહેલાની વાત છે વાઘાભાઈ નીલા નામનો ચારણ ગઢવી ભાવનગરના ઠાકોર વજેસંગજીની કચેરીમાં દાતારીની શુરવિરતાની અમીરાતની વાતું કરે છે એમાં ઠાકોર બોલ્યાં ગઢવી ખાલી વાતું કરવાથી પેટનો ભરાય આ કળીયુગ છે
હવે તમને કોઈ માથું આપે તો એવાને લઈ આવો તો હું સમજું કે આ સમયમાં પણ દિલાવર માણસો છે. ત્યારે ચારણે કિધું હવે આ કચેરીમાં ત્યારે જ આવીશ જ્યારે કોઈનું માથું મળશે. તળાજા બાજુનું મથાવડા ગામ જીણાભાઈ સોલંકી કરીને અડાભીડ કોળી તેના ઘરે ગયા મેમાન હતા એટલે ડાયરો વાળું કરવા બેસતા હતા એમાં ચારણને આવતા જોયા એટલે કહ્યું આવો આવો ગઢવી વાળું કરવા બેસી જાવ ચારણ કહે વાળું તો કરુ પણ વચન આપો હું જે માંગુ ઈ દેહો ? તો જીણાભાઈ કે મારુ વચન છે પહેલાં બેહો વાળું કરવા પછી સવારે ચારણે ખચવાતા મને કિધું મામા તારુ માથું જોવે છે,
અરે ચારણ માથું મારે ક્યાં કોઈનું ઉશીનું લેવું મા પોહરીઆઈની (ખોડીયારની) દયાથી હમણાં ઉતારી દવ એમાશું.! એમ નય હાલો ભાવનગર ઠાકોર વજેસંગજીની કચેરીમાં ઈ તમારુ માથું ઉતારી લેહે, તો હાલો પણ જીણાભાઈ સોલંકીને ત્યાં હાથબના વાલાભાઈ ખીમાભાઈ બારૈયા મેમાન હતાં એણે કીધું માથું તો ઠાકોરને મારેય દેવું છે દરબાર માથાં માગે એમાં તો શું મોટી વાત છે ઈ તો આપણું માવતર જ કહેવાય.
ભાવેણાના ઠાકોરને ય ખબર પડે કે કોળીને ત્યાં મેમાન હોય ઈ પણ માથું આપી દેય અને ચારણને પોરહના પલ્લા છુટવા મંડ્યા વાહ ક્ષત્રિય કોળી વાહ ધન્ય છે તમારી ખાનદાનીને ઈ આવ્યા ભાવેણાના ઠાકોરની કચેરીમાં અને ચારણે કિધું લ્યો ઠાકોર તમે એકનું માથું કિધું હતું પણ હું આ બે કોળીના માથાં લઈ આવ્યો છું ઉતારી લ્યો. ઠાકોરે કડક સ્વરે કિધું માથા દેહો…? બેય કોળીએ કિધું હવે જાજી વાતું કરોમાં અને ઉતારી લ્યો અમારા માથાં ત્યાં તો ચારેક પલા જાટકીને ઠાકોર વજેસંગજી ઉભા થઈ ગયા બેય કોળી અને ચારણને બથમાં ભરી લીધાં અને કિધું હું તો ચારણનું પારખું કરતો હતો આજ પણ આવા અડાભીડ માણસો મારી ભાવનગરની ખમતીધર ધરતી પર અવતરે છે, ધન્ય છે એની જણનારી જનેતાને. ઈ જોઈને મને ખુબ આનંદ થયો.

તમારા જેવા ક્ષત્રીયોના માથાં ઉતારુ ને તોતો મારુ ભાવેણું દાતાર વગરનું થઈ જાય
શુરવીર વગરનું થઈ જાય મને આજે સાચું માથું મળી ગયું છે. એના માણસોને કહ્યું તાંબાનું પતરૂ મંગાવો અને લખો કે આ બે કોળીને ત્રીશ વીઘા જમીન એના ગામમાં મળે, પાંચ ખાંડી બાજરો, ત્રણ સાંતી આપો અને ચાર બળદની જોડ આપો ત્યારે ઠાકોરની સામે ઉભેલા બેય શુરવીરોની આંખોમાંથી એમના અન્નદાતા માટે હરખના બોરબોર જેવડા આંસુ પડી ગયાં…

આવા વિર પુરુષ આજ પણ આપણી ભાવનગરની ધરતી પર અવતરે છે.

Avatar

Pd Dabhi

Pd Dabhi Ceo:-LIVECRIMENEWS આપની આસપાસ બનતી દરેક ઘટનાને મોકલી આપો અમારા સુધી ફોટા વિગત વિડીયો અમારા ઈમેલ કે વોટ્સએપ પર pddabhitalaja@gmail.com 9714577186

Read Previous

મુસાફરોની સુવિધામાં વધારો થાય તે હેતુથી એસ.ટી.નિગમ દ્વારા શરૂ કરવામાં આવી પ્રીમિયમ બસ સર્વિસ

Read Next

ભાવનગર જિલ્લામાં પાણીની પરિસ્થિતિની સમીક્ષા કરતા પ્રભારી મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

Translate »
%d bloggers like this: