વચગાળાનાં જામીન ઉપરથી ફરાર થયેલ કુલ-૦૪ કાચા કામનાં કેદીઓને ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ

વચગાળાનાં જામીન ઉપરથી ફરાર થયેલ કુલ-૦૪ કાચા કામનાં કેદીઓને ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ

નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી,જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સબ. ઇન્સ. શ્રી એન.જી.જાડેજા તથા પો.સબ ઇન્સ.શ્રી આર.વી.ભીમાણી તથા એલ.સી. બી. સ્ટાફનાં માણસોને ભાવનગર,જિલ્લા જેલમાંથી વચગાળાની રજા ઉપર ગયેલ કાચા કામનાં કેદીઓને સમયસર હાજર થવાનાં બદલે ફરાર થઇ ગયેલ હોય.જે કેદીઓને તાત્કાલિક પકડી પાડી ભાવનગર જિલ્લા જેલ ખાતે સોંપી આપવા માટે સખત સુચના આપેલ.

આજરોજ પેરોલ ફર્લો સ્કવોડ/એલ.સી.બી. સ્ટાફનાં માણસો ભાવનગર શહેરનાં અલગ-અલગ વિસ્તારમાં ઉપરોકત સુચના અનુસંધાને પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન ભાવનગર,જિલ્લા જેલમાં રહેતાં કાચા કામનાં કેદીઓ વચગાળાની રજા ઉપરથી ફરાર થયેલ તેઓની મળેલ બાતમી આધારે તેઓને હસ્તગત કરી તેઓનાં કોરોના અંગે ટેસ્ટ કરાવતાં રીપોર્ટ નેગેટીવ આવતાં તેઓને આજરોજ તા.૦૬/૦૧/૨૦૨૧ નાં રોજ ભાવનગર જિલ્લા જેલ ખાતે પરત સોંપી આપવામાં આવેલ છે.

1. મહેશભાઇ ઉર્ફે મયલો ભીખાભાઇ પરમાર/સગર ઉ.વ.૩૪ રહે.વડવા,દેવજી ભગતની ધર્મશાળા,સગરનો ડેલો, ભાવનગર

2. સલીમશા અકબરશા સૈયદ ઉ.વ.૪૭ રહે.બાલમંદિર નજીક,વરતેજ તા.જી.ભાવનગર

3. નિતીનભાઇ ગોવિંદભાઇ રાઠોડ ઉ.વ.૩૫ રહે.પ્રભુદાસ તળાવ ચોક,નવી જોગીવાડ,ભાવનગર

4. શિવાભાઇ જીકાભાઇ ઘોઘારી ઉ.વ.૨૦ રહે.રાધામંદિરપાસે,તખ્તેશ્વર,માર્ગદર્શનવાળી ગલી,ભાવનગર

*આ સમગ્ર કામગરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી. ઓડેદરાની સુચના અને માર્ગદર્શન અનુસાર પો.સબ. ઇન્સ શ્રી એન.જી. જાડેજા, શ્રી આર.વી. ભીમાણી, A.S.I. કિરીટભાઇ પંડયા, H.C. મહિપાલસિંહ ગોહિલ, ભહિપાલ સિંહ ચુડાસમા, જયરાજસિંહ જાડેજા P.C. ચંદ્દસિંહ વાળા, વિઠ્ઠલભાઇ બારૈયા, ઇમ્તીયાઝ ખાન પઠાણ, ધર્મેન્દ્રસિંહ ગોહિલ, જયદિપ સિંહ ગોહિલ વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.

Translate »
%d bloggers like this: