એક જ દિવસમાં સર.ટી. હોસ્પિટલ ખાતેથી ૧૦ દર્દીઓ થયાં કોરોનામુક્ત

એક જ દિવસમાં સર.ટી. હોસ્પિટલ ખાતેથી ૧૦ દર્દીઓ થયાં કોરોનામુક્ત

આજે ૩ નવા કેસ નોંધાતા જિલ્લામાં હાલ ૧૯૪ કેસોની સામે ૩૦ દર્દીઓ સારવાર હેઠળ

ભાવનગર, તા.૨૨ : ભાવનગર જિલ્લામા આજરોજ ૩ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૧૯૪ થવા પામી છે. આજરોજ ભાવનગરના ભરતનગર ખાતે રહેતા ૬૨ વર્ષીય મહેન્દ્રભાઈ ત્રિવેદી, ખેડુતવાસ ખાતે રહેતા ૨૨ વર્ષીય નિતીનભાઈ ખોડાભાઈ સોલંકી અને આનંદનગર ખાતે રહેતા ૬૦ વર્ષીય લાલજીભાઈ જેઠાભાઈ જાધવનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે ભાવનગર શહેરની સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે આઇસોલેશન વોર્ડમા દાખલ કરવામા આવેલ છે.

જ્યારે આજરોજ ૧૦ કોરોના પોઝીટીવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. જેમા ગત તા.૨૫ જુનના રોજ જેસરના આયાવેજ ગામ ખાતે રહેતા ૪૯ વર્ષીય બાબુભાઈ અરજણભાઈ ચુડાસમા, તા.૮ જુનના રોજ અમદાવાદના નારોલ ખાતે રહેતા ૨૨ વર્ષીય જગદિશભાઈ ગોવિંદભાઈ પઢીયાર, તા.૮ જુનના રોજ ઉમરાળા ખાતે રહેતા ૬૦ વર્ષીય દિનેશભાઈ ઓધવજીભાઈ જોશી, તા.૧૩ જુનના રોજ ભાવનગરના તળાજા રોડ, ગોકુલધામ સોસાયટી ખાતે રહેતા ૩૨ વર્ષીય હિરેનભાઈ વિજયભાઈ ત્રિવેદી, તા.૧૩ જુનના રોજ ભાવનગરના જેલ ગ્રાઉન્ડ, પી.ડબલ્યુ.ડી. ક્વાર્ટર ખાતે રહેતા ૨૪ વર્ષીય બિનલબેન હરેશભાઈ ગૌસ્વામી, તા.૧૩ જુનના રોજ ભાવનગરના દેસાઈનગર, ગોકુલધામ સોસાયટી ખાતે રહેતા ૩૧ વર્ષીય અંકીત ઇશ્વરભાઈ કંસોદરીયા, તા.૧૩ જુનના રોજ ભાવનગરના મહિલા કોલેજ સર્કલ, તીલકનગર ખાતે રહેતા ૩૯ વર્ષીય પ્રિતીબેન મોજિરામભાઈ નિમાવત, તા.૧૩ જુનના રોજ પાલઘરના તલ્સારી ખાતે અને હાલ ભાવનગરના જુના ઘાચીવાડ, હાઈકોર્ટ રોડ ખાતે રહેતા ૩૮ વર્ષીય ગુલામફરિદ મહેમદભાઈ બિલાખીયા, તા.૧૩ જુનના રોજ મહુવાના આદિનાથ સોસાયટી ખાતે રહેતા ૬૨ વર્ષીય સવિતાબેન કાળુભાઈ કછાડિયા અને તા.૧૪ જુનના રોજ બરવાળાના નાવડા ગામ ખાતે રહેતા ૪૭ વર્ષીય ભુપતભાઈ મેરૂભાઈ ચૌહાણનો રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે ભાવનગર શહેરની સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે આઇસોલેશન વોર્ડમા દાખલ કરવામા આવેલ.

ત્યારબાદ ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ તમામ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.

આમ જિલ્લામા નોંધાયેલા ૧૯૪ કેસ પૈકી હાલ ૩૦ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ ૧૪૯ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ ૧૪ દર્દીઓનુ અવસાન થયેલ છે.

gf

Translate »
%d bloggers like this: