વરતેજ રહેણાક મકાન માંથી ભારતીય બનાવટનો પરપ્રાંત ઇગ્લીશ દારૂની બોટલ નંગ- ૪૧ તાથ બીયર ટીન નંગ- ૧૧૧ કિ.રૂ. ૪૦,૦૨૦/-નો મુદામાલ પકડી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર

ભાવનગર રેન્જ ભાવનગરના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટાફના માણસો કોવીડ-૧૯ મહામારી બંદોબસ્તમાં ભાવનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા સારૂ સખ્ત પેટ્રોલીંગની ફરી દારૂ/જુગાર તથા ઘરફોડ ચોરીઓ ડીટેકટ કરવા તેમજ ગુન્હામાં નાસ્તા ફરતા આરોપીઓ પકડી લેવા સુચના કરેલ

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમ વરતેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન પોલીસ કોન્સ ઘર્મેન્દ્રસિંહ હેમંતસિંહ ગોહિલને બાતમીરાહે હકિકત મળેલ કે વરતેજ કે.જી.એન. સોસાયટીમાં રહેતા વિપુલભાઇ પ્રાગજીભાઇ ચૈાહાણ એ પોતાના કબ્જાના રહેણાક મકાનમાં ભારતીય બનાવટનો પરપ્રાંત ઇગ્લીશ દારૂનો જથ્થો છુપાવેલ છે. અને તે દારૂનું વેચાણ છે. તે હકિકત આઘારે બાતમી વાળી જગ્યા ઉપર રેઇડ કરતા રેઇડ દરમ્યાન ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ-૪૧ તાથ બીયર ટીન નંગ-૧૧૧ તથા મોબાઇલ ફોન સહિત કિ.રૂ.૪૦,૦૨૦/-નો મુદામાલ મળી આવતા *વિપુલભાઇ પ્રાગજીભાઇ ચૈાહાણ રહે. વરતેજ તા.જી.ભાવનગર* વિરૂધ્ધ્માં વરતેજ પોલીસ સ્ટેશનમાં પ્રોહી કલમ-૬૫એઇ.૧૧૬(બી) મુજબનો ગુન્હો નોઘાયેલ છે.

આ કામગરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસઇન્સ. શ્રી.વી.વી. ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. શ્રી. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફ માણસો હેડ કોન્સ. રાજપાલસિંહ સરવૈયા તથા કલ્યાણસિંહ જાડેજા તથા મહિપાલસિંહ ગોહિલ તથા ઘર્મેન્દ્રસિંહ ગોહિલ વિગેરે સ્ટાફના માણસો જોડાયા હતા.

Translate »
%d bloggers like this: