ભાવનગર ભરતનગર પોલીસે અંદર-બહાર- નો જુગાર રમતા 05 શકુનીઓને રોકડ રકમ તથા ગંજીપત્તાના સાહીત્ય સાથે પકડી પાડતી ભરતનગર પોલીસ

ભાવનગર ભરતનગર પોલીસે અંદર-બહાર- નો જુગાર રમતા 05 શકુનીઓને રોકડ રકમ તથા ગંજીપત્તાના સાહીત્ય સાથે પકડી પાડતી ભરતનગર પોલીસ…

 

ભાવનગર જીલ્લા મે,પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠૌર સાહેબે* જીલ્લામાથી દારૂ/જુગારની પ્રવૃતિઓ નેસ્તનાબુદ કરવાં સારૂં સુચનાં મુજબ ભાવનગર સીટી DYSP એમ.એચ.ઠાકર સાહેબનાં માર્ગદર્શન સંદર્ભે ભરતનગર પોલીસ સ્ટેશનનાં
I/C. *PI.આર.બી.વાધિયા.ની* સીધી સુચનાં અને માર્ગદર્શન મુજબ ભરતનગર ડી.સ્ટાફનાં ASI.ડી.સી.ગોહિલ તથા
HC.એમ.એન.ચુડાસમા તથા
PC.મહેન્દ્રસિંહ કે સરવૈયા તથા
PC.ઇરફાનભાઇ એસ અગવાન તથા PC.હરપાલસિંહ ગોહિલ એ રીતેનાં પોલીસ સ્ટાફનાં માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહન દ્વારા પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન પેટ્રોલીંગમાં ફરતા ફરતાં સાથેનાં
*પો.કોન્સ મહેન્દ્રસિંહ કે સરવૈયા તથા*
*પો.કોન્સ.ઇરફાનભાઇ અગવાન નાઓને સંયુકત બાતમી રાહે હકીકત મળેલ કે* જ.એમ.ડી.સી.ટાઉન શીપ પાસે આવેલ તખ્તેશ્વર રેસીડેન્સીની પાછળનાં ભાગે આવેલ સ્ટ્રીટ લાઇટનાં અંજવાળમાં અમુક ઇસમો ગોળ-કુંડાળું વળી ગંજી-પાના તથા પૈસા વતી અંદર-બહાર હાથ-કાપનો હાર-જીતનો જુગાર રમે છે જે હકીકત મળતાં તુર્તજ બે રાહદારી પંચોને બોલાવી જરૂરી વાતચીત કરી જુગાર રમતાં અંગેની માહિતી આપી પંચો રૂબરૂ જુગાર અંગે રેઇડ કરતાં જાહેરમાં પાંચ ઇસમો ગોળ-કુંડાળું વળી પૈસા પાના વડે અંદર-બહાર હાથ-કાપનો હાર-જીતનો જુગાર રમી-રમતાં જોવામાં આવતાં તુંરત જ તેઓની પાસે જઇ કોર્ડન કરી જેમનાં તેમ બેસાડી નીચે મુજબનાં નામ સરનામાં તેમજ જુગાર રમવાનું સાહીત્ય તથા રોકડા રૂપિયા મળી આવતાં કબ્જે કરવામાં આવેલ…..

*👉 પકડાયેલ આરોપીઓનાં નામ સરનામા…..*

*(૧) વનરાજભાઇ ભરતભાઇ ચાવડા ઉ.વ.30,રહે.કાળીયાબીડ જુની કે.પી.એસ.સ્કુલ પાસે પ્લોટ.નં.682,ભાવનગર…*

*(૨) રમેશભાઇ ખોડાભાઇ ખસીયા*
*ઉ.વ.39,રહે. ભરતનગર જી.એમ.ડી.સી.કોલોનીની બાજુમાં તખ્તેશ્વર રેસીડેન્સી ડી.વિંગ બ્લોક.નં.408.ભાવનગર…*

*(૩) શકિતભાઇ બળવંતભાઇ ઉ.વ.25, રહે, તળાજા રોડ શિવનગરની સામે રાધેશ્યામ સો.સા પ્લોટ.નં.109,શાંતીભાઇ વ્યાસનાં મકાનમાં ભાડેથી ભાવનગર…*

*(૪) ભરતસિંહ મહેન્દ્રસિંહ ઠાકુર ઉ.વ.51,રહે.કાળીયાબીડ રામનગર સી.એમ.21.ભાવનગર…*

*(૫) રેવતુભા ગોપાલજી જાડેજા ઉ.વ.55,રહે.ભરતનગર રોડ શિક્ષક સો.સા.સામે મફતનગર પ્લોટ.નં.136,ની સામે ભાવનગર…*

ઉપરોક્ત તમામ મજકુર ઇસમોને જાહેરમાં અંદર-બહાર હાથકાપનો હાર-જીતનો *જુગાર રમતાં પટ્ટમાથી જુગાર રમવાનો ગંજીપાનાનો કેટ નંગ.01.પાના.નં.52,તેની કિમંત.રૂ.00/00-તથા રોકડા,રૂ,12,810/- નાં મુદ્દામાલ* સાથે ઝડપી પાડી *તમામ આરોપી વિરૂધ્ધ જુગાધારા કલમ 12,મુજબ પો.કોન્સ.મહેન્દ્રસિંહ કે સરવૈયા એ* ગુનો રજીસ્ટર કરાવી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ…..

*આ સમગ્ર કામગીરીમાં ભરતનગર પોલીસ સ્ટેશનનાં
I/C PI. આર.બી.વાધિયા નાં માર્ગદર્શન હેઠળ ભરતનગર પોલીસ સ્ટેશનનાં પોલીસ સ્ટાફનાં*
*ASI.ડી.સી.ગોહિલ તથા*
*હે.કો.એમ.એન.ચુડાસમા તથા પો.કોન્સ.મહેન્દ્રસિંહ કે સરવૈયા તથા પો.કોન્સ.ઇરફાનભાઇ એસ અગવાન તથા પો.કોન્સ.હરપાલસિંહ ગોહિલ તથા વિગેરે પોલીસ સ્ટાફનાં માણસો એ ગણનાપાત્ર જુગારનો કેસ શોધી કાઢવામાં સફળતા મેળવેલ છે……..*

Translate »
%d bloggers like this: