ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂનો જથ્થો નાની મોટી બોટલ નંગ- 212 કિ.રૂ. 66,225/- તથા મોબાઇલ નંગ-૨ કિ.રૂ.5000/- તથા આઇસર ટ્રક નંગ-૧ કી રુ. 5,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.5,71,225/-નો મુદામાલ ઝડપી લેતી વેળાવદર પોલીસ

ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહા નિરીક્ષર શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ.એચ ઠાકર સાહેબના માર્ગદર્શન હેઠળ તથા શ્રી આઈ.ડી.જાડેજા પો.સબ.ઇન્સ વેળાવદર પો.સ્ટેનાઓની સૂચના થી વેળાવદર પો.સ્ટે વિસ્તારમાં દેશી દારૂ તથા વિદેશી દારૂની બદી નેસ નાબુદ કરવા માટે સખ્ત સુચના કરેલ

જે સુચના આઘારે આજરોજ વેળાવદર પોલીસ સ્ટાફના પો.કોન્સ શક્તિસિંહ વિરમદેવસિંહ ને બાતમી રાહે હકિકત મળેલ કે *એક આઇસર ટ્રક નમ્બર જી.જે.06 એક્સ એક્સ 1253 માં ભારતીય બનાવટ નો ઇંગલિશ દારૂ ભરી ભાવનગર તરફ આવે છે તે આધારે વોચ ગોઠવી આધેલાઈ ચેક-પોસ્ટ ઉપર પકડી પાડી આરોપી 1. સોહિલભાઈ ઈકબલભાઈ લોહિયા 2. વિજયભાઈ રવજીભાઈ રાઠોડ 3. ભરતભાઇ મનુભાઈ મકવાણા રહે. મોતીતળાવ, કુંભરવાળા, ભાવનગર વાળાઓને પોતાના હવાલા વાલા ટ્રક સાથે ઝડપી પાડેલ* મજકુર આરોપી વિરૂધ્ધમાં કાયદેરની કાર્યવાહી કરી પ્રોહી એકટ મુજબનો વેળાવદર પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોઘાવેલ છે.

આ કામગરીમાં વેળાવદર પો.સ્ટેના પો.સબ.ઇન્સ આઈ.ડી.જાડેજા સાહેબ સાથે હેડ કોન્સ.દિવ્યારાજસિંહ રાણા તથા પો.કોન્સ તેજપાલસિંહ રાજેન્દ્રસિંહ તથા અનિરુદ્ધસિંહ રામદેવસિંહ તથા પો.કોન્સ રાજુભાઇ ગુણુભાઈ તથા પો.કોન્સ શક્તિસિંહ વિરામદેવસિંહ તથા પો.કોન્સ નરેન્દ્રસિંહ વનરાજસિંહ તથા એ.એસ.આઈ મહાવીરભાઈ જીવરાજભાઈ વિગેરે સ્ટાફના માણસો જોડાયા હતા

Translate »
%d bloggers like this: