છેલ્લા બે વર્ષથી સગીરાના અપહરણના ગુન્હામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી ભાવનગર એસ.ઓ.જી

ભાવનગર જીલ્લામાં ગુન્હો કર્યા બાદ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબે જીલ્લાના પોલીસ અધિકારીઓને સુચના આપેલ જે અનુસંધાને એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.બારોટ સાહેબ માર્ગદર્શન હેઠળ ભાવનગર એસ.ઓ.જી. પોલીસને મળેલ બાતમી આધારે સુરત શહેર કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં અપહરણ તથા બળાત્કાર સહિત પોક્સો એકટના ગુન્હામાં વોન્ટેડ જાહેર કરેલ અને નામદાર સુરત સ્પેશ્યલ પોક્સો કોર્ટ દ્રારા ઇશ્યુ કરવામાં આવેલ વોરંટના આરોપી દિક્ષિતભાઇ દિપકભાઇ મકવાણા રહેવાસી હાલ

શ્રીજીકૃપા સોસાયટી કાપોદ્રા સુરત મુળ ગામ નાનીવાવડી તા. ગારીયાધાર જી. ભાવનગરવાળાને ગારીયાધાર તાબેના નાની વાવડી થી ફાચરીયા ગામ જવના રસ્તેથી ઝડપી પાડી તેના સામે કાયદેસર કાર્યવાહી કરી ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં સોપી આપેલ છે.
આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સપેકટરશ્રી એસ.એન.બારોટ સાહેબના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ના પોલીસ હેડ કોન્સ. હરેશભાઇ ઉલવા તથા પોલીસ કોન્સ. દિલીપભાઇ ખાચર તથા ચિંતનભાઇ મકવાણા જોડાયા હતા.

Translate »
%d bloggers like this: