પાંચ ઘરડફોડ ચોરીના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી મહેશ ઉર્ફે મૈયલાને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર

 

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંગ રાઠૌડ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી.વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. શ્રી.એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં તથા ગ્રામ્ય વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓ પકડી લેવા તેમજ અનડીટેકટ ગુન્હાઓ ની માહિતી મેળવી ગુન્હાઓ ડીટેકટ કરવા સારૂ સખત સુચના આપેલ.

જે સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો ભાવનગર સીટી વિસ્તા રમાં ચોરીના શકદારોની હકિકત મેળવવા તેમજ ગુન્હામાં નાસ્તા ફરતા આરોપીઓની હકિકત મેળવવા સારૂ પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાવન પેટ્રોલીંગ ફરતાં-ફરતાં કુંભારવાડા રેલ્વે ફાટક પાસે આવતા બાતમીરાહે હકિકત મળેલ કે, ઘરડોફ ચોરીના પાંચ ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી મહેશ જીવા રાઠોડ રહે.ભાવનગર વાળો વી.આઇ.પી. પેટ્રોલ પંપ પાસે ઉભો હોવાની હકિકત મળતા તુરતજ બાતમી વાળી જગ્યા એ આવતા મજકરુ બાતમી વાળો ઇસમ હાજર મળી આવતા મજકુર ઇસમને પકડી નામ સરનામું પુછતા મહેશ ઉર્ફે મયલો પોપટભાઇ ઉર્ફે જીવાભાઇ રાઠોડ ઉવ.૩૯ રહે. ભાવનગર ચિત્રા ફિલ્ટરની ટાંકી આંબેડકરનગર મફતનગર વાળા હોવાનું જણાવતા મજકુર ઇસમની પુછપરછ કરતા બોરતળાવ પોલીસ સ્ટેશન તથા ગંગાજળીયા પોલીસ સ્ટેશનના ગુન્હામાં નાસ્તા ફરતા હોવાની કબુલાત કરતા મજકુર આરોપી વિરૂધ્ધમાં ઘોરણસર કાર્યવાહી કરી સદર બાબતે મજકુર વિરૂધ્ધમાં બોરતળાવ પોલીસ સ્ટેશન

 


(૧) ફ.ગુ.ર.ન.-૧૨૩/૨૦૧૭ ઇ.પી.કો. ૪૫૪,૪૫૭,૩૮૦
(૨) ફ.ગુ.ર.ન.-૧૨૫/૨૦૧૭ ઇ.પી.કો. ૪૫૪,૪૫૭,૩૮૦
(૩)ફ.ગુ.ર.ન.-૧૨૬/૨૦૧૭ઇ.પી.કો. ૪૫૪,૪૫૭,૩૮૦
(૪) ફ.ગુ.ર.ન.-૭૪/૨૦૧૮ ઇ.પી.કો. ૪૫૪,૪૫૭,૩૮૦ તેમજ (૫) ગંગાજળીયા પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.ન.-૭૧/૨૦૧૭ ઇ.પી.કો. ૪૫૪,૪૫૭,૩૮૦ નોઘાયેલ હોય આગળની કાર્યવાહી માટે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં સોપી આપવા તજવીજ કરવામાં આવેલ છે.

આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ. શ્રી.વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા ની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં હેડ કોન્સ રાજપાલસિંહ સરવૈયા તથા મહીપાલસિંહ ગોહિલ પો.કોન્સ. ઘર્મેન્દ્રસિંહ ગોહિલ તથા અરવિંદભાઇ બારૈયા ડ્રા.સુરૂભા ગોહિલ વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં

Translate »
%d bloggers like this: