છેલ્લા બે વર્ષથી સગીરાના અપહરણના ગુન્હામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી ભાવનગર એસ.ઓ.જી

ભાવનગર જીલ્લામાં ગુન્હો કર્યા બાદ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબે જીલ્લાના પોલીસ અધિકારીઓને સુચના આપેલ જે અનુસંધાને એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.બારોટ સાહેબના માર્ગદર્શન હેઠળ ભાવનગર એસ.ઓ.જી. પોલીસને મળેલ બાતમી આધારે મહુવા પોલીસ સ્ટેશનમાં સગીરાના અપહરણના ગુન્હામાં વોન્ટેડ આરોપી વિજયભાઇ રૂપાભાઇ વાળાકી રહેવાસી ગામ તરેડ

તા. મહુવા જી. ભાવનગરવાળાને મહુવા તાબેના તરેડ ગામની સીમમા કંટાસર જવાના રસ્તેથી ઝડપી પાડી તેના સામે કાયદેસર કાર્યવાહી કરી મહુવા પોલીસ સ્ટેશનમાં સોપી આપેલ છે. મજકુર આરોપી સામે મહુવા પોલીસ સ્ટેશનમાં સને ૨૦૧૮ માં ફર્સ્ટ ગુ.ર.નંબર ૨૦૭/૨૦૧૮ ઇ.પી.કો. કલમ ૩૬૩, ૩૬૬ મુજબ ગુન્હો રજીસ્ટર થયેલ હતો જે ગુન્હામાં બે વર્ષથી મજકુર આરોપી વોન્ટેડ હતો. આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સપેકટરશ્રી એસ.એન.બારોટ સાહેબના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ના પોલીસ હેડ કોન્સ. એ.એસ.આઇ. પી.આર.ગોહિલ તથા પોલીસ કોન્સ. ભરતભાઇ સાંખટ જોડાયા હતા.

Translate »
%d bloggers like this: