ભાવનગર ગ્રામ્ય 103 વિધાનસભા મતવિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય એવા પરષોત્તમભાઈ સોલંકીનો આજે જન્મદિવસ

 
 
ભાવનગર ગ્રામ્ય 103 વિધાનસભા મતવિસ્તારના સરળ, પ્રજાલક્ષી સેવક, નાના અને ગરીબ લોકોના બેલી એવા “ભાઈશ્રી”નું ઉપનામ ધરાવતા , ગુજરાતમાં સૌથી વધારે મંત્રી પદ કાયમ રાખનાર લોકલાડીલા દિગ્ગજ ધારાસભ્ય એવા પરષોત્તમભાઈ ઓધવજીભાઈ સોલંકીનો આજે જન્મદિવસ છે.જેમને 60 વર્ષ પૂર્ણ કર્યા.
 
તેેેઓએ ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ (વર્ષ- 1979), સરકાર. તકનીકી હાઇસ્કૂલ મુંબઇ માં અભ્યાસ કર્યો છે.
તેઓ ભાવનગર 103 ગ્રામીણ મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા 1998 થી ગુજરાત વિધાનસભાના સભ્ય છે. પરષોત્તમભાઈ સોલંકી 2007 ની વિધાનસભા ચૂંટણી (12 મી વિધાનસભાની ચૂંટણી) જીત્યા અને ગુજરાતના ભાવનગરમાં તળાજા મત વિસ્તારમાંથી વિધાનસભાના સભ્ય બન્યા. જીત બાદ, તેમને નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી સરકારમાં કેબિનેટ મંત્રી તરીકેની પસંદગી માટે પસંદ કરવામાં આવ્યા હતા અને તેમને “મત્સ્યઉદ્યોગ પ્રધાન” તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ ભાવનગર ગ્રામીણ મત વિસ્તારમાંથી ફરી 2017 માં ચૂંટાયા હતા.

અમારી ચેનલ લાઈવ ક્રાઈમ ન્યુઝ તરફથી તેમને ખુબ ખુબ શુભેચ્છા અને તેમની પ્રજાલક્ષી લોકપ્રિયતા ખૂબ વધે તેવી શુભકામનાઓ.

Translate »
%d bloggers like this: