ભાવનગર શહેરના રાષ્ટ્રવાદી કોંગ્રેસ ના યુવા પ્રમુખ અક્ષય ચુડાસમા દ્વારા ખેડુતો ના દેવા માફ કરવી દેવા સી.એમ વિજયભાઈ રૂપાણી ને લખ્યો પત્ર

પ્રતિશ્રી,
(૧) વિજયભાઈ રૂપાણી
મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય
સચિવાલય ગાંધીનગર
ગુજરાત.

વિષય-:ખેડૂતોના દેવા માફ કરી આપવા બાબત

સવિનય સાથ જણાવવાનું કે હાલમાં સમગ્ર વિશ્વ માં કોરોના વાઇરસે ખુબજ હાહાકાર મચાવ્યો છે ત્યારે તેમાં આપણો દેશ પણ હાલમાં આ વાઇરસ નો સામનો કરી રહ્યો છે.ત્યારે આપણાં ગુજરાતમાં પણ આ વાઇરસનો ફેલાવો વધતો જાય છે. જેના કારણે ખેડૂતોને ખુબજ મોટા પ્રમાણ માં નુકશાન થયું છે.આ વર્ષે વધારે પડેલા વરસાદના કારણે અને ત્યારબાદ પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે.તેના કારણે ઘણા ખેડૂતોએ આપઘાત પણ કર્યા છે.
ત્યારે ખેડૂતોને હાલમાં લોક ડાઉન હોવાને કારણે ગુજરાત ના તમામ ખેડૂતોને પોતાના પાકના સારા ભાવ મળ્યા નથી.તેથી ખેડૂતોની હાલત અત્યંત કફોડી બની ગઈ છે.ખેડૂતો પોતાના પાક ધિરાણ અને મંડળીના લીધેલા નાણાં ચુકવવા માટે સક્ષમ રહ્યા નથી.હમણાં જ ૬૮૦૦૦ હજાર કરોડની રકમ ની લોન દેશના ભાગેડુ ની માફ કરી છે.તો આવા સંજોગોમાં સતત રાત-દિવસ મહેનત કરતાં ખેડૂતોના દેવા પણ માફ કરવા જોઈએ.
આમ ગુજરાત સરકાર દ્વારા તમામ ખેડૂતોના દેવા માફ કરવામાં આવે તેવી અમારી માંગણી છે.આપણાં દેશમાં જય જવાન જય કિસાન નારો બોલવામાં આવે છે જે હાલની પરિસ્થિતી જોતાં તે સાર્થક થતો જોવા મળે છે.એક જવાન અને એક ખેડૂતોએ હાલમાં ચાલી રહેલી મહામારી ના સમયે પણ પોતાની ફરજ બજાવી છે તો ગુજરાત સરકાર દ્વ્રારા ખેડૂતો ના દેવા માફ કરી દેવા આપ સાહેબશ્રીને નમ્ર અપીલ છે

Translate »
%d bloggers like this: