બે વર્ષથી બળાત્કાર કેસમાં રાજકોટ જેલમાં સજા કાપી રહેલા ફર્લો રજા મેળવી ભાગી છૂટેલા આરોપીને રાજસ્થાનથી ઝડપી લેતી S.O.G. ભાવનગર

ગુજરાત રાજ્યોની જેલોમાથી પેરોલ, ફર્લો તથા વચગાળાના જામીન ઉપર છુટયા બાદ જેલમાં પરત હાજર થયેલ ન હોય તેવા કેદીઓને ઝડપી પાડવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૈાડ સાહેબે ખાસ ઝુંબેશ હાથ ધરેલ અને તેના ભાગ રૂપે ભાવનગર જીલ્લાના પોલીસ અધિકારીઓને સુચના આપવામાં આવેલ તે અનુસંધાને એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.બારોટની સુચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પોલીસને મળેલ બાતમી આધારે જામનગર જિલ્લાના ભાણવડ પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નંબર ૩૯/૨૦૧૫ ઇ.પી.કો. કલમ ૩૭૬ (બળાત્કાર) ના ગુન્હાના કામે *રાજકોટ મધ્યસ્થ જેલમાં સજા ભોગવતા કેદી નંબર

૪૫૭૪૪ કાનાભાઈ ખીખાભાઈ ચારોલિયા રહેવાસી દેવલી તા. તળાજા જી. ભાવનગર વાળાને* રાજસ્થાનથી ખાતેથી ઝડપી રાજકોટ જેલ ખાતે મોકલી આપવા તજવીજ કરેલ છે.

મજકુર કેદી સને ૨૦૧૫ માં ભાણવડ પોલીસ સ્ટેશનમાં બળાત્કાર કેસમાં પકડાયેલ અને કેસ ચાલી જતાં આરોપીને દશ વર્ષ ની સજા પડતાં મજકૂર કેદી રાજકોટ મધ્યસ્થ જેલમાં પાકા કામના કેદી તરીકે સજા કાપતો હતો અને તા. ૦૫/૦૫/૨૦૧૮ ના રોજ ફર્લો રજા મેળવી જેલ બહાર આવેલ થયેલ અને રજા પુરી થતા મજકુર આરોપી જેલમાં હાજર થયેલ નહી અને નાશી ગયેલ હતો જેને આજરોજ ભાવનગર એસ.ઓ.જી. પોલીસે રાજસ્થાન રાજ્યના શિહોરી જિલ્લામાંથી પકડી પરત રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કરી પ્રસંશનીય કામગીરી કરેલ છે.
આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ. એસ.એન.બારોટ સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.સ્ટાફના હેડ કોન્સ. મહાવીરસિંહ ગોહિલ, બાવકુદાન ગઢવી તથા પો. કોન્સ મનદીપ સિંહ ગોહિલ, હારિતસિંહ ચૌહાણ જોડાયા હતા

Translate »
%d bloggers like this: