ચોરાઉ મોટર સાયકલ નંગ-૩ સાથે એક ઇસમને ઝડપી લેતી આર.આર.સેલ ભાવનગર રેન્જ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડ 

ચોરાઉ મોટર સાયકલ નંગ-૩ સાથે એક ઇસમને ઝડપી લેતી આર.આર.સેલ ભાવનગર રેન્જ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડ 
———————————————————————————————————-
ભાવનગર રેન્જના પોલીસ નાયબ મહાનિરીક્ષકશ્રીએ ભાવનગર રેન્જના જીલ્લામાં જીલ્લામાં મિલ્કત સંબંધી ગુન્હા બનતા અટકાવવા અને બનેલ ગુન્હાનો બેદ ઉકેલી કાઢવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરેલ હોય જેના ભાગરૂપે આજરોજ આર.આર.સેલ, ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સપેકટરશ્રી ડી.ડી.પરમાર સાહેબ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી વી.એલ. પરમાર સાહેબના માર્ગદર્શન અને સુચનાથી ગઇકાલે સાંજના સમયે સ્ટાફના માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મળેલ બાતમી આધારે લીમડા ગામ, તા.વલ્લભીપુર ખાતેથી રમેશભાઇ મણીરામ દુધરેજીયા ઉ.વ.૪૨ રહેવાસી-પ્રાથમીક શાળા પાસે, લીમડા ગામ, તા.વલ્લભીપુર જી.ભાવનગર વાળાને શંકાસ્પદ ત્રણ મોટર સાયકલ (૧) હિરો હોન્ડા સ્પલેન્ડર રજી.નંબર-GJ-18-J4167 (૨) બજાજ પ્લસર રજી.નંબર-GJ-01-MJ-2879 (૩) હિરો હોન્ડા સ્પલેન્ડર રજી.નંબર-GJ-12-AG-8905 કુલ કિ.રૂ| ૪૫,૦૦૦/- સાથે ઝડપી પાડી મજકુર ઇસમની પુછપરછ કરતા પોતે ઉપરોકત મો.સા. જુદા જુદા શહેરમાંથી ચોરી કરેલાની કબુલાત આપેલ જેથી મજકુર ઇસમ વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરી વલ્લભીપુર પોલીસ સ્ટેશનમાં સોપી આપેલ છે.
આ કામગીરીમાં આર.આર.સેલના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી ડી.ડી,.પરમાર સાહેબ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી વી.એલ.પરમાર સાહેબની સુચનાથી હેડ કોન્સ. યોગેન્દ્રસિંહ ગોહીલ તથા બાબાભાઇ આહીર તથા પોલીસ કોન્સ. નિતીનભાઇ ખટાણા તથા એઝાઝખાન પઠાણ તથા ડ્રાઇવર ગોપીદાન ગઢવી વિગેરે જોડાયા હતા.

Translate »
%d bloggers like this: