કોલેજ ઓફ ડેન્ટલ સાયન્સ જીથરી ખાતે રક્તદાન કેમ્પ યોજાયો ૧૩ ફેબ્રુઆરી એટલે કે વિશ્વમાં ઓરલ અને મેક્સિલો ફેસિયલ સર્જરી દિવસ તરીકે મનાવવામાં આવે છે.

ઓરલ સર્જન ડે નિમિતે

કોલેજ ઓફ ડેન્ટલ સાયન્સ જીથરી ખાતે રક્તદાન કેમ્પ યોજાયો

૧૩ ફેબ્રુઆરી એટલે કે વિશ્વમાં ઓરલ અને મેક્સિલો ફેસિયલ સર્જરી દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ ઉજવણીના ભાગ રૂપે સિહોર ના અમરગઢ (જીથરી) ખાતે આવેલ કે.જે.મહેતા ટી.બી. હોસ્પિટલ ટ્રસ્ટ સંચાલિત કોલેજ ઓફ ડેન્ટલ સાયન્સ અને હોસ્પિટલમાં ઓરલ સર્જન ડે નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન કરીને ઉજવણી કરવામાં આવી હતી. ઓરલ સર્જન એટલે કે જે દાંત,જડબા અને મોઢાના નિષ્ણાંત સર્જન તરીકે ઓળખાય છે.

ઓરલ અને મેક્સિલો ફેસિયલ સર્જરી વિભાગના હેડ અને વાઇસ-પ્રિન્સિપાલ ડો.પંકજાક્ષી બાઈ કે. અને ડૉ.પાર્થ રવીયા દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગર બ્લડ બેંક દ્વારા રક્તદાન કેમ્પ માટે મોટો સહયોગ આપવામાં આવ્યો હતો

. અહીં કેમ્પમાં કોલેજ ઓફ ડેન્ટલ સાયન્સ ના પ્રિન્સિપાલ ડો.રોસાય કાનાપાર્થિ, સુપ્રિટન્ડ ડો.મોહસીન ઘાંચી, પીએચડી વિભાગના ડો.મંદિપસિંહ ગોહિલ અને ડૉ.મયુર મિશ્રા એ કેમ્પને સફળ બનાવવા માટે મહત્વનો સહયોગ આપ્યો હતો. કોલેજના વિધાર્થીઓ અને ડોકટર સ્ટાફ દ્વારા ૫૦ થી વધુ યુનિટ રક્ત નું દાન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પ દ્વારા સામાજિક કાર્ય કરી લોકો સુધી જાગૃતતા પહોંચાડવા સંદેશ પસાર કરવામાં આવ્યો હતો.

Translate »
%d bloggers like this: