bhavnagar

ભાવનગર-તળાજા હાઇવે પર કારે ઠોકર મારતા બાઇક ચાલક વૃઘ્ધ 20 ફૂટ ઢસડાયા : મૃત્યુ
22 June 2019, 3:38 pm

 

ભાવનગર તા.22
તળાજા ભાવનગર વચ્ચે બનતો નેશનલ હાઇવે હજુતો સત્તાવાર રીતે ચાલુ નથી થયો. ત્યાંજ આ રોડપર બેફિકરાઈ પૂર્વક પુરપાટ ઝડપે દોડાવતા ઇકોકાર ના ચાલકે બાઇક સવાર વૃદ્ધ ને હડફેટે લઈ. કાર નીચે આવી ગયેલા વૃદ્ધ વીસેક ફૂટ કારની ઝડપ ને કારણે ઢસડાઇ જતા સ્થળ પરજ મોત ને ભેટેલ હતા. અલંગ પોલીસ એ સ્થળ પંચનામું કરી કાયદેસર ની કાર્યવાહી કરેલ છે. તળાજા ભાવનગર વચ્ચે ગેરકાયદેસર રીતે મુસાફરો વહન કરતા વાહન ચાલકો બેફિકરાઈ પૂર્વક પોતાનો આર્થિક સ્વાર્થ સાધવા માટે પુરપાટ ઝડપે વાહનો ચલાવતા હોવા છતાતંય આર.ટી.ઓ અને પોલીસ તંત્ર કાનૂની રાહે પગલાં ભરતા નહોય છાશવારે અકસ્માત સર્જાતા રહે છે.
જેમાં નવો જ એક્સપ્રેસ વે.

બની રહ્યો છે.કામ ચાલુ છેતેં રોડ પર બપાડા ની કેનાલ નજીક ભાવનગર તરફ જતા ઇકો કાર ન.જીજે 3 એચ કે 7288 ના ચાલકે સીડી હોન્ડા બાઇક ન.જીજે 4 એ 3117 ના ચાલક બલર વલ્લભભાઈ જીવાભાઈ ઉવ 59(રે.બપાડા) ને હડેફટે લીધા હતા. જેમાં સ્થળ પર ના લોકોએ જણાવ્યું હતુંકે ઇકો કારના ચાલકે હડફેટે લેતા વૃદ્ધ વીસેકફૂટ ઢસડાયા હતાને સ્થળ.પરજ પળવારમાં મોતને શરણ થયેલ હતા. બનાવને લઈ સ્થળ પર લોકોના ટોળા ઉમટ્યા હતા.

 

Translate »
%d bloggers like this: