ભાવનગર બોરતળાવ પો.સ્ટેના ચકચારી મર્ડને ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી આરોપી પકડી પાડતી બોરતળાવ પોલીસ

 

ભાવનગર બોરતળાવ પો.સ્ટેના ફ.ગુ.ર.નં ૨૨૧/૨૦૧૯ આઇ.પી.સી કલમ ૩૦૨,૧૧૪,૩૪ તથા જી.પી.એકટ ૧૩૫ મુજબનો ગુન્હો ગઇ તા ૧૨/૧૨/૨૦૧૯ ના કલાક ૦૨/૩૦ વાગે જાહેર થયેલ હોય જે મુજબ ફરીયાદ મા જાહેર કરેલ કે મરણજનાર સંજયભાઇ ધનજીભાઇ મેર ને ગઇ તા ૧૨/૧૨/૧૯ ના કલાક ૦૦/૨૫ વાગ્યા પહેલા કોઇ પણ સમયે આરોપી મેહુલભાઇ ઉર્ફે કાનો સોડાભાઇ બાબરીયા તેમજ તેની સાથે એક અજાણયો ઇસમ વિરુધ્ધ મર્ડરી ફરીયાદ કરેલ હોય અને આ ગુન્હાના આરોપીઓ મર્ડર કરી નાસી ગયેલ હોય જે મુજબની ફરીયાદ બોરતળાવ પો.સ્ટેમાં કરતા

આ કામે મ્હે. આઇ.જી.પી.શ્રી અશોકકુમાર યાદવ સાહેબનાએ ભાવનગર જીલ્લામાં, મર્ડર,ચોરી,લુટ, ના બનેલ બનાવો શોધી કાઢવા માટે સુચન કરેલ હોય જે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી, જયપાલસિંહ રાઠોડ સા. અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ.એચ.ઠાકર સા, નાઓના માર્ગદર્શન હેઠળ બોરતળાવ પોલીસ સ્ટેશનના પો.ઇન્સ શ્રી ડી.જી.પટેલ સાની સુચના આધારે બનેલ બનાવના આરોપીઓ ની અટક કરવા માટે શોધખોળ માં હોય જેમાં ડી-સ્ટાફના એ.એસ.આઇ પી.પી.રાણા તથા હેડ કોન્સ ડી.કે.ચૌહાણ, હીતેશભાઇ મકવાણા તથા પો.કો સત્યજીતસિંહ પ્રદ્યુમનસિંહ, હીરેનભાઇ સોલકી, કુલદીપસિંહ કનકસિંહ, નારણભાઇ કરમટા સ્ટાફના માણસો આરોપીઓને પકડવા માટે ટીમ બનાવી શોધખોળમાં રહી આરોપી નં

મેહુલભાઇ ઉર્ફે કાનો સોડાભાઇ બાબરીયા ને ગણતરીના કલાકમાં તા ૧૨/૧૨/૧૯ ના કલાક ૧૭/૩૦ વાગે ધોરણસર અટક કરેલ છે તેમજ આરોપી નં (૨) ગોવિદભાઇ સારાભાઇ ડાંગર ને તા. ૧૩/૧૨/૧૯ ના કલાક ૦૯/૩૦ વાગે ધોરણસર અટક કરેલ છે આમ બન્ને આરોપીઓને બોરતળાવ પો.સ્ટેના સ્ટાફે ગણતરીના કલાકોમાં બન્ને આરોપીઓને પકડી પાડેલ છે

Translate »
%d bloggers like this: