ઉમરાળા તાલુકાના ધારૂકા ગામ માંથી સ્કોર્પીયો કારમાંથી વિદેશી દારૂ ઝડપાયો .

ઉમરાળા તાલુકાના ધારૂકા ગામ માંથી સ્કોર્પીયો કારમાંથી વિદેશી દારૂ ઝડપાયો.

ઉમરાળા તાલુકાના ધારૂકા ગામ માંથી સ્કોર્પીયો કારમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૩૬૦ કિ.રૂ.૧,૦૮,૦૦૦/- સહિત રૂપિયા ૪,૦૮,૦૦૦/- નો મુદ્દામાલ ઝડપીપાડતી આર.આર.સેલ ભાવનગર રેન્જ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડ તથા ઉમરાળા પોલીસ
————————————————————————————————————-
ભાવનગર રેન્જના જીલ્લાઓમાં દારૂ તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિ સદ્તર બંધ કરવા સારૂ ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રીએ ખાસ ઝુંબેશ ઉપાડેલ હોય જે અન્વયે તમામ પોલીસ અધિકારીઓને સુચના આપેલ હોય જેના ભાગ રૂપે ભાવનગર આર.આર.સેલ.ના પો.સબ ઇન્સ.શ્રી આર.એચ.બાર સાહેબ તથા પેરોલ ફર્લો સ્કોર્ડના પો.સબ ઇન્સ.શ્રી વી.એલ. પરમાર સાહેબની સુચના તથા માર્ગદર્શન મુજબ ગત મોડી રાત્રીના સમયે ભાવનગર આર.આર. સેલ, સ્ટાફના માણસોને શંકાસ્પદ સ્કોર્પીયો કાર ઉમરાળા-ધારૂકા રોડ ઉપર મળતા આર.આર.સેલ સ્ટાફે તથા ઉમરાળા પો.સ્ટે.ના પોલીસ સબ ઇન્સ.શ્રી તથા તેઓના સ્ટાફના માણસોએ ધારૂકા ગામમાં ઉમરાળા રોડ ઉપર આવેલ એક મકાન સાથે અથડાયેલ હાલતમાં સદરહું સફેદ કલરની સ્કોર્પીયો કાર નં RJ-02-UA-3006 મળી આવતા જેમાં છુપાવેલ ભારતીય બનાવટની વિદેશી દારુની પેટી નંગ- ૩0, (બોટલ નંગ-૩૬૦), તથા મહિન્દ્ર સ્કોર્પીયો કાર કી. રુ.૩,૦૦,૦૦૦/- સહિત કૂલ કી.રુ. ૪,૦૮,૦૦૦/- ના મુદામાલ ઝડપી પાડી તથા રેઇડ દરમ્યાન હાજર નહી મળી આવેલ ઇસમો સામે પ્રોહી. એકટ તળે ઉમરાળા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.
આ કામગીરીમાં ભાવનગર આર.આર.સેલ.ના પો.સબ ઇન્સ.શ્રી આર.એચ.બાર સાહેબ તથા પેરોલ ફર્લો સ્કોર્ડના પો.સબ ઇન્સ.શ્રી વી.એલ. પરમાર સાહેબની સુચના તથા માર્ગદર્શન મુજબ સ્ટાફના એ.એસ.આઇ પી.આર.સરવૈયા તથા હેડકોન્સ. બાબાભાઇ આહીર તથા પો.કોન્સ. નિતીનભાઇ ખટાણા ઉમરાળા પો.સ્ટે.ના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.પઢીયારસાહેબ તથા સ્ટાફના હેઙકોન્સ. બી.એચ.વેગડ તથા એચ.વી.ગોસ્વામી તથા પો.કોન્સ. મયુરસિંહ ગોહીલ વિગેરે જોડાયા હતા.

Translate »
%d bloggers like this: