ઘોઘારોડ પો.સ્ટે.ના જાનથી મારી નાખવાની કોશીષના ગંભીર ગુન્હાના આરોપીને ઝડપી લેતી આર.આર.સેલ ભાવનગર રેન્જ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડ

ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રીએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં ગુન્હો કર્યા બાદ જુદા-જુદા રાજય તથા જીલ્લાઓમાં આરોપી ભાગતા ફરતા હોય જે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરેલ હોય જેના ભાગરૂપે આજરોજ આર.આર.સેલ, ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી આર.એચ.બાર સાહેબ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી વી.એલ.પરમાર સાહેબના માર્ગદર્શન અને સુચનાથી સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન સ્ટાફના માણસોને મળેલ બાતમી આધારે ઘોઘારોડ પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં-૧૫૬/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૩૦૭, ૧૨૦(બી), વિ. મુજબના ગુન્હાના કામે ભાગતો ફરતો આરોપી

મહમંદ ઝુબેરભાઇ જાહીદભાઇ શેખ ઉ.વ.૨૦ રહેવાસી- પ્રભુદાસ તળાવ, મફતનગર, હવા મસ્જીદ પાસે ભાવનગર વાળાને તળાજા જકાતનાકા પાસેથી ઝડપી પાડી મજકુર આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી ઘોઘારોડ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.
💫 આ કામગીરીમાં આર.આર.સેલ ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી આર.એચ. બાર સાહેબ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી વી.એલ.પરમાર સાહેબની સુચનાથી સ્ટાફના હેડકોન્સ. યોગેન્દ્રસિંહ ગોહીલ તથા પો.કોન્સ. સોહીલભાઇ ચોકીયા તથા નિતીનભાઇ ખટાણા વિગેરે જોડાયા હતા.

Translate »
%d bloggers like this: