મહિલાને શારીરિક તથા માનસીક ત્રાસ આપવાના તથા દહેજ ધારાના ગુન્હામાં વોન્ટેડ આરોપીને ઝડપી લેતી આર.આર.સેલ ભાવનગર રેન્જ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડ

ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રીએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં ગુન્હો કર્યા બાદ જુદા-જુદા રાજય તથા જીલ્લાઓમાં આરોપી ભાગતા ફરતા હોય જે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરેલ હોય જેના ભાગરૂપે આજરોજ આર.આર.સેલ, ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી આર.એચ.બાર સાહેબ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી વી.એલ.પરમાર સાહેબના માર્ગદર્શન અને સુચનાથી સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન સ્ટાફના માણસોને મળેલ બાતમી આધારે ભાવનગર મહિલા પો.સ્ટે. સેકન્ડ ગુ.ર.નં-૧૮/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૪૯૮(ક), ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨) વિ. મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી

મોસીનભાઇ અજીજભાઇ શેખ ઉ.વ.૩૨ ધંધો-મજુરી રહેવાસી-કુંભારવાડા, ડ્રાઇવર કોલોની, પ્લોટનં-૧ પીપર વાળો ખાંચાો ભાવનગર વાળાને કુંભારવાડા, નારી રોડ શીતળામાની દેરી પાસેથી ઝડપી પાડી મજકુર આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી મહિલા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.
💫 આ કામગીરીમાં આર.આર.સેલ ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી આર.એચ. બાર સાહેબ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી વી.એલ.પરમાર સાહેબની સુચનાથી સ્ટાફના હેડકોન્સ. ટી.કે. સોલંકી તથા પો.કોન્સ. સોહીલભાઇ ચોકીયા તથા એઝાઝખાન પઠાણ વિગેરે જોડાયા હતા.

Translate »
%d bloggers like this: