ખુનના ગુન્હામાં જેલમાંથી ફર્લો જંપ કરી પાંચ માસથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી લેતી એસ.ઓ.જી./ પેરોલ-ફર્લો ટીમ

ભાવનગર જીલ્લા જેલમાંથી પેરોલ, ફર્લો તથા વચગાળાના જામીન ઉપર છુટયા બાદ જેલમાં પરત હાજર થયેલ ન હોય તેવા કેદીઓને ઝડપી પાડવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૈાર સાહેબે ખાસ ઝુંબેસ હાથ ધરેલ અને તેના ભાગ રૂપે ભાવનગર જીલ્લાના પોલીસ અધિકારીઓને સુચના આપવામાં આવેલ તે અનુસંધાને એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.બારોટ સા. ની સુચનાથી ઇન્ચાર્જ પો.ઇન્સ. જે.કે.મુળીયા સા. તથા પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ. આર.બી.વાધીયા સા.ના માર્ગદર્શનથી એસ.ઓ.જી.ને મળેલ હકિકત આધારે બોરતળાવ પો.સ્ટે. કલમ ૩૦૨ વિ.ના ગુન્હાના કામે

*રાજકોટ મધ્યસ્થ જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહેલ કેદી નંબર ૪૬૩૪૭ અમીત ઉર્ફે અક્ષય દલપતભાઇ મકવાણા રહે.પ્લોટ નં.૫/પી કૃષ્ણ સોસાયટી મકરવાસ, ભાવનગરવાળાને* ઝડપી રાજકોટ જેલ ખાતે પરત સોપી આપેલ છે.
મજકુર કેદી સને ૨૦૧૬માં ભાવનગર શહેર *બોરતળાવ પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નંબર ૧૦૨/૨૦૧૬ ઇ.પી.કો. કલમ ૩૦૨ વિ.* મુજબના ગુન્હામાં પકડાયેલ અને *રાજકોટ મધ્યસ્થ જેલમાં આજીવન કેદી* તરીકે હતો અને મજકુર આરોપીના ફર્લો મંજુર થયેલ અને ફર્લો પુરા થાય મજકુર આરોપી જેલમાં પરત હાજર થયેલ ન હતો અને છેલ્લા પાંચ માસથી નાસતો ફરતો હતો જેને આજરોજ એસ.ઓ.જી./પેરોલ ફર્લો પોલીસે પકડી પરત રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કરી પ્રસંશનીય કામગીરી કરેલ છે.
*આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ. એસ.એન.બારોટ સાહેબની આગેવાનીમાં ઇન્ચાર્જ પો.ઇન્સ. જે.કે.મુળીયા સા. તથા પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ. આર.બી.વાધીયા સા. તથા એસ.ઓ.જી.સ્ટાફના હેડ કોન્સ. પ્રદિપસિંહ ગોહિલ તથા મહાવિરસિંહ ગોહિલ તથા અનિરૂધ્ધસિંહ ગોહિલ તથા બાવકુદાન ગઢવી તથા યોગીનભાઇ ધાંધલ્યા તથા ઓમદેવસિંહ ગોહિલ તથા પેરલો ફર્લો સ્કોર્ડના પો.કોન્સ. ધર્મેન્દ્રસિંહ ગોહિલ જોડાયા હતા.*

 

Translate »
%d bloggers like this: