નિલમબાગના ગુન્હામાં વોન્ટેડ આરોપીને નિર્મળનગર પાસેથી ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી

ભાવનગરા જીલ્લામાં ગુન્હો કર્યા બાદ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌર સાહેબે ખાસ ઝુંબેસ હાથ ધરેલ અને નાસતા ફરતા આરોપીઓન ઝડપી પાડવા જીલ્લાના પોલીસ અધિકારીઓને સુચના આપેલ
જે અનુસંધાને એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.બારોટ સાહેબ તથા ઇન્ચાર્જશ્રી જે.કે.મુળીયા સાહેબના માર્ગદર્શન હેઠળ ભાવનગર એસ.ઓ.જી. પોલીસને મળેલ બાતમી આધારે *નિલમબાગ પોલીસ સ્ટેશન સેકન્ડ ગુ.ર.ન. ૬૭/૨૦૧૯ પશુ સરક્ષણ ધારા કાયદાની કલમ ૫, ૬(બી), ૭(૧), ૮, ૧૦* વિગેરે મુજબ ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી

*ગફારભાઇ ઉસ્માનભાઇ કાલવા ઉ.વ.૩૫ રહેવાસી વડવા કાછીયાવાડ ચબુતરા પાસે, ભાવનગર વાળાને* નિર્મળનગર, ચાવડી ગેટ તરફ જવાના રસ્તા પાસેથી ઝડપી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.
આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સપેકટરશ્રી એસ.એન.બારોટ સા.તથા ઇન્ચાર્જશ્રી જે.કે.મુળીયા સાહેબના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ના પોલીસ હેડ કોન્સ. અનિરૂધ્ધસિંહ ગોહિલ તથા પ્રદિપસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ. હારીતસિંહ ચૈાહાણ તથા ડ્રાઇવર પો.કોન્સ. પરેશભાઇ પટેલ જોડાયા હતા.

Translate »
%d bloggers like this: