મહુવા પોલીસ સ્ટેશનના ઇગ્લીશ દારૂના ગુન્હામાં સવા બે વર્ષથી નાસ્તો ફરતો આરોપી પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કોડ ભાવનગર

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી એસ.એન.બારોટ તથા પો.સબ.ઇન્સ. શ્રી.એન.જી.જાડેજા તથા પેરોલ ફ્રલો સ્કોડના પો.સબ.ઇન્સ. આર.બી.વાધિયા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓ તથા મિલ્કત સબંઘી ગુન્હા ડીટેકટ કરવા માટે સખત સુચના આપેલ.

જે સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર, એલ.સી.બી. સ્ટાફનાં માણસો મહુવા પો.સ્ટે. વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓને પકડવા અંગે પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન સંયુક્ત બાતમી રાહે હકીકત મળેલ કે, મહુવા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૪૪૪/૨૦૧૭ પ્રોહી કલમ ૬૬(બી), ૬૫(એ)(એ), ૧૧૬(બી), ૮૧, ૯૮(ઘ) મુજબના ગુન્હાના કામે

નાસતો ફરતો આરોપી જોરૂભાઇ દડુભાઇ ડાંગર રહે.વાવડી ગામ, ત.મહુવા વાળો સફેદ કલરનો શર્ટ અને કાળા કલરનુ પેન્ટ પહેરીને ભાદ્રોડ ગેટ પાસે ઉભેલ છે. તેવી હકીકત મળતા જે હકીકત આધારે બાતમી વાળી જગ્યાએ તપાસ કરતા ઉપરોક્ત હકીકતના વર્ણન વાળો ઇસમ મળી આવતા તેનુ નામઠામ પુછતા જોરૂભાઇ દડુભાઇ ડાંગર ઉ.વ.૩૨ ધંધો- ખેતી રહે.વાવડી ગામ, ત.મહુવા વાળો હોવાનુ જણાવેલ અને મજકુર ઇસમને પુછપરછ કરતા ઉપરોક્ત ગુન્હાના કામે નાસતા ફરતા હોવાની કબુલાત કરતા જે બાબતે *મહુવા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૪૪૪/૨૦૧૭ પ્રોહી કલમ ૬૬(બી), ૬૫(એ)(એ), ૧૧૬(બી), ૮૧, ૯૮(ઘ) મુજબના* મુજબનો ગુન્હો નોંધાયેલ હોય મજકુરને સદરહું ગુન્હાના કામે હસ્તગત કરીને આગળની કાર્યવાહી માટે મહુવા પો.સ્ટે. જી. ભાવનગરને સોપી આપેલ છે.

*આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. એન.એન.બારોટ તથા પો.સબ.ઇન્સ. એન.જી.જાડેજા તથા પેરોલ ફ્રલો સ્કોડના પો.સબ.ઇન્સ. આર.બી.વાધિયાની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં હેડ કોન્સ. જે.આર.આહિર તથા પેરોલ ફ્રલો સ્કોડના પો.કોન્સ. તરૂણભાઇ નાંદવા તથા એલ.સી.બી. પો.કોન્સ. ભદ્રેશભાઇ પંડયા તથા નરેશભાઇ બારૈયા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતા*

Translate »
%d bloggers like this: