ભાવનગર જીલ્લામાંથી તડીપાર થયેલ ઇસમને ખેડૂતવાસ મેલડીમાની ધાર પાસેથી ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી. પોલીસ

ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌર સા. ના ધ્યાને એવી હકિકત આવેલ કે, ભાવનગર જીલ્લામાંથી તડીપાર થયેલ ઇસમો ભાવનગર જીલ્લામાં પ્રવેશ કરે છે અને છાની છુપી રીતે રહે છે તેવી હકિકત મળતા આવા તડીપાર ઇસમોને ઝડપી પાડવા જીલ્લાના અધિકારીશ્રીઓને સુચના આપેલ જેના ભાગ રૂપે એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.બારોટ સાહેબ તથા ઇ.ચા.શ્રી જે.કે.મૂળિયા સાહેબ ના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પોલીસને મળેલ બાતમી આધારે ભાવનગર જીલ્લામાંથી છ માસ સુધી તડીપાર થયેલ ઇસમ *ભરત ઉર્ફે જખરો દેવજીભાઈ ચુડાસમા ઉ.વ.42

રહે.મેલડીમાની ધાર ખેડુતવાસ ભાવનગર* વાળાને તેના ઘર પાસેથી ઝડપી પાડી તેના સામે કાયદેસર કાર્યવાહી કરી ઘોઘારોડ પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.
*આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.બારોટ તેમજ ઇ.ચા.શ્રી જે.કે.મૂળિયા સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ પો.હેડ કોન્સ.યુસુફખાન પઠાણ તથા યોગીનભાઇ ધાંધલ્યા તથા પોલીસ કોન્સ. ચંદ્રસિંહ વાળા અને પાર્થભાઈ પટેલ જોડાયા હતા*

Translate »
%d bloggers like this: