Bhavnagar BREAKING Crime/Police Gujarat

છેલ્લા છ વરસથી અપહરણના ગુન્હામાં વોન્ટેડ આરોપીને ઝડપી લેતી આર.આર.સેલ ભાવનગર રેન્જ

ભાવનગર રેન્જના પોલીસ નાયબ મહાનિરીક્ષકશ્રી અશોક કુમાર સાહેબે ભાવનગર રેન્જના જીલ્લાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા ખાસ ઝુંબેસ હાથ ધરેલ હોય અને જેના ભાગ રૂપે આજરોજ ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સપેકટરશ્રી ડી.ડી.પરમાર સાહેબના માર્ગદર્શન અને સુચનાથી આર.આર. સેલના સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન બાતમીરાહે રાહે, વેળાવદર ભાલ પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં-૩૭/૨૦૧૩ ઇ.પી.કો. કલમ ૩૬૬,૩૭૬ વિ. મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી મહેશભાઇ ઉર્ફે ટીનો ચતુરભાઇ પગી ઉ.વ. ૨૭ રહે.પગી ફળીયુ, કોલવાણા ગામ, તા.લુણાવાડા જી.મહિસાગર વાળા તેના ઘરેથી ઝડપી પાડી મજકુર આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી વેળાવદર ભાલ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.
આ કામગીરીમાં આર.આર.સેલના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી ડી.ડી,.પરમાર સાહેબની સુચનાથી હેડકોન્સ. યોગેન્દ્રસિંહ ગોહીલ તથા જીતેન્દ્રસિંહ જાડેજા તથા સોહીલભાઇ ચોકીયા તથા ડ્રાઇવર ગોપીદાન ગઢવી વિગેરે જોડાયા હતા.

PRATIK MISTRY SURAT
PRATIK MISTRY 201 INDRALOK APP OPP SUB JILLA NEAR CHAMUNDA TEA ENTER BEHIND ICICI BANK UDHANA DRVAJA - SURAT 9913518710
https://livecrimenews.com