ચોરાઉ એકટીવા મોટર સાયકલ સાથે એક ઇસમોને પકડી પડતી લોકલ ક્રાઇમ તથા બ્રાંચ પેરોલ ફ્રલો સ્કોડ ભાવનગર

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઇન્ચાર્જ તથા એસ.ઓ.જી. પોલીસ ઇન્સ. એસ.એન.બારોટ તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા પેરોલ ફ્રલો સ્કોડના પો.સબ.ઇન્સ. આર.બી.વાધિયા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં મિલ્કત સબંધી અનડીટેકટ ગુન્હાઓ ડીટેકટ કરવા માટે સખત સુચના આપેલ.

જે સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો મહુવા શહેર વિસ્તાનરમાં અનડીટેકટ ગુન્હાઓની હકિકત મેળવવા પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાનન મહુવા વીટીનગર પાસે આવતા એક ઇસમ ચોરી કરેલ હોન્ડા કંપનીની એકટીવા મોટર સાયકલ (ગાડી) લઇને લાલ કલરનુ ટીશર્ટ તથા બ્લુ કલરનુ જીન્સ પેન્ટ પહેરીને ઉભેલ છે. જે હકીકત આધારે પંચો સાથે હકીકત વાળી જગ્યાએ તપાસ કરતા હકીકત વાળા વર્ણનના કપડા પહેરીને એક ઇસમ હોન્ડા કંપનીની એકટીવા મોટર સાયકલ સાથે જોવામાં આવતા જેનુ નામ

વિપુલભાઇ વનમાળીભાઇ ચૌહાણ ઉ.વ.૩૪ ધંધો સાડીનો રહે.વિશ્વકર્મા સોસાયટી, મહુવા જી.ભાવનગર હાલ મકાન નં.૧૧૫, સરગમ સોસાયટી, વરાછા, સુરત વાળો હોવાનુ જણાવેલ અને મજકુર ઇસમને પોતાની પાસેની હોન્ડા કંપનીની એકટીવા મોટર સાયકલના આધાર પુરાવા અને બીલ માંગતા પોતે ફર્યુ ફર્યુ બોલવા લાગેલ અને પોતાની પાસે કોઇ આધાર પુરાવા કે બીલ ન હોવાનુ જણાવતા મજકુર ઇસમે પોતાની પાસેની હોન્ડા કંપનીની એકટીવા ગાડી ચોરી કે ચળકપટથી મેળવેલનુ જણાતા જે એક હોન્ડા કંપનીની કાળા કલરની એકટીવા-125 મોટર જેના ચેસીસ નંબર જોતા –ME4JF491GE8027472 તથા એન્જીન નંબર-JF49E-80030278 ના છે. જેની કિ.રૂ.૨૫૦૦૦/- ગણી પંચનામાની વિગતે સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ કબ્જે કરેલ છે. મજકરુ ઇસમને સી.આર.પી.સી. કલાક ૪૧(૧)(ડી) મુજબ ધોરણસર અટક કરેલ છે.
મજકુર ઇસમ પાસેથી મળી આવેલ એકટીવા મોટર સાયકલ બાબતે વિગતે પુછપરછ કરતા આજથી આશરે એક વર્ષ પહેલા પોટા ઍ શિહોર ગામમાં રાજકોટ રોડે બાજુમાં એક એકટીવા મોટર સાયકલમાં ચાવી રાખેલ હાલતમાં પડેલ હતી. જે મે એકટીવાની ચાવી ચાલુ કરીને ચોરી કરીને લઇ લીધેલનુ જણાવેલ છે. જે અંગે ખાત્રી કરતા ઉપરોક્ત ચોરીનો શિહોર પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૧૦૫/૨૦૧૮ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુન્હો દાખલ થયેલ હોય જેથી મજકુર આરોપીને મહુવા પો.સ્ટે. ખાતે આગળની કાર્યવાહી માટે સોપી આપેલ છે.

*આ સમગ કામગીરીમાં એલ.સી.બી.નાં ઇન્ચાર્જ એસ.એન.બારોટ તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા પેરોલ ફ્રલો સ્કોડના પો.સબ.ઇન્સ. આર.બી.વાધિયાની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. હે.કોન્સ. જે.આર.આહિર તથા પેરોલ ફ્રલો સ્કોડ પો.કોન્સ. તરૂણભાઇ નાંદવા તથા એલ.સી.બી. પો.કોન્સ. ભદ્રેશભાઇ પંડયા તથા નરેશભાઇ બારૈયા તથા ડ્રાઇવર પો.કોન્સ. બ્રિજરાજસિંહ ગોહિલ વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.*

Translate »
%d bloggers like this: