કરમદિયા ગામની ઢોલીયાધાર વાડી વિસ્તારમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૪૮૦ સહિત કુલ કિં.રૂ.૧,૬૩,૫૦૦/- ના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડતી બગદાણા પોલીસ

કરમદિયા ગામની ઢોલીયાધાર વાડી વિસ્તારમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૪૮૦ સહિત કુલ કિં.રૂ.૧,૬૩,૫૦૦/- ના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડતી બગદાણા પોલીસ

ભાવનગર રેન્જ ડી.આઇ.જી.પી. શ્રી.અશોકકુમાર યાદવ સાહેબ તથા ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠોડનાઓએ જિલ્લામા દારૂ તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર બંધ કરવા સારૂ ખાસ ઝુંબેશ હાથ ધરેલ હોય જે સુચના અનુસધાંને મહુવા નાયબ પોલીસ અધિક્ષકશ્રી આર એચ જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ બગદાણા પોલીસ સ્ટેશનના ઈ/ચા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એમ.ડી.મકવાણા તથા સ્ટાફના માણસો નાઈટ પેટ્રોલીંગમા હતા દરમિયાન મળેલ બાતમી આધારે કરમદિયા ગામની સીમમાથી નનકુભાઈ વાસુરભાઈ કામળીયાના કબ્જા ભોગવટા વાળી ઢોલીયાધાર વાડી તરીકે ઓળખાતી વાડી માંથી દાનુભાઈ નાજાભાઈ કામળીયા રહે. કરમદિયા ગામ તા.મહુવા જી.ભાવનગરવાળાને ભારતીય બનાવટની વિદેશી દારુની બોટલ નંગ- ૪૮૦ કિં. રૂ.૧,૪૪,૦૦૦/- તથા એક મો.સા. કિં. રૂ.૧૫,૦૦૦/- તથા મોબાઈલ ફોન નંગ-૨ કિં. રૂ. ૪,૫૦૦/- મળી કુલ મુદ્દામાલ ૧,૬૩,૫૦૦/- સાથે પકડી પાડેલ અને સદર દારૂ મંગાવનાર (૧) નનકુભાઈ વાસુરભાઈ કામળીયા રહે. કરમદિયા ગામ તા.મહુવા જી.ભાવનગર (૨) ભાવેશભાઈ કોટીયાવાળા તથા સદર દારુનો જથ્થો આપી જનાર (૧) અજીતભાઈ જોધાભાઈ ગોહિલ (૨) પરાક્રમ કાળુભાઈ ગોહિલ રહે. બન્ને જુનાપાદર ગામ તા.જેસર જિ.ભાવનગરવાળા મજકુર તમામ ઇસમો વિરૂધ્ધ પ્રોહી.એકટ તળે બગદાણા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.
આ કામગીરીમાં બગદાણા પોલીસ સ્ટેશનના ઈ/ચા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એમ.ડી.મકવાણા તથા સ્ટાફના હેડકોન્સ.જે ઓ ચૌહાણ તથા પો.કોન્સ.કિશોરભાઈ ઓઘડભાઈ તથા ભરતભાઈ રામુભાઈ તથા મહેન્દ્રસિંહ રૂપસિંહ તથા જગદીશભાઈ હમીરભાઈ તથા મોટા ખુંટવડા પોલીસ સ્ટેશનના પો.કોન્સ.જિગ્નેશભાઈ બાલધીયા તથા ડ્રા.પો.કોન્સ.વનરાજભાઈ યાદવ વિગેરે જોડાયા હતા

Translate »
%d bloggers like this: