નારી ગામ પાસેથી બોલેરો પીકઅપ વાહનમાં ચોર ખાનામાં છુપાવેલ વિદેશી દારૂની બોટલ નંગ-૨૩૦ કિં.રૂ.૧,૨૮,૮૦૦/-તથા પીકઅપ વાહન-૧, મોબાઇલ ફોન નંગ-૧ સહિત કૂલ કી.રૂા. ૧૦,૨૯,૩૦૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી આર.આર.સેલ ભાવનગર રેન્જ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડ

નારી ગામ પાસેથી બોલેરો પીકઅપ વાહનમાં ચોર ખાનામાં છુપાવેલ વિદેશી દારૂની બોટલ નંગ-૨૩૦ કિં.રૂ.૧,૨૮,૮૦૦/-તથા પીકઅપ વાહન-૧, મોબાઇલ ફોન નંગ-૧ સહિત કૂલ કી.રૂા. ૧૦,૨૯,૩૦૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી આર.આર.સેલ ભાવનગર રેન્જ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડ

ભાવનગર રેન્જના જીલ્લાઓમાં દારૂ તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિ સદ્તર બંધ કરવા સારૂ ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રીએ ખાસ ઝુંબેશ હાથ ધરેલ હોય જે અન્વયે રેન્જના તમામ પોલીસ અધિકારીઓને સુચના આપેલ હોય

જે સુચના અન્વયે આર.આર.સેલ, ભાવનગર રેન્જના તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી આર.એચ.બાર સાહેબના માર્ગદર્શન અને સુચનાથી આજરોજ સ્ટાફનાં માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સ્ટાફના માણસોને મળેલ બાતમી આધારે ભાવનગર-અમદાવાદ હાઇવે, નારી ગામ, રામદેવપીરના મંદીર સામે રોડ ઉપરથી બોલેરો પીકઅપ વાહનમાં ચોર ખાનામાં સંતાડેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂની કુલ બોટલ નંગ ૨૩૦ કિ.રુ.૧,૨૮,૮૦૦/- નો તથા પીકઅપ વાહન-૧ કિ.રૂ.૯,૦૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ.૫૦૦/- સહિત કુલ કિ.રૂ. ૧૦,૨૯,૩૦૦/- ના મુદામાલ સાથે આરોપી સાજીદભાઇ અબ્દુલભાઇ નાયા જાતે.સંધી ઉ.વ.૨૬ રહેવાસી-મુળ દલખાણીયા ગામ, તા.ધારી જી. અમરેલી હાલ-બાબરા, કરીયાણા રોડ જી.અમરેલી વાળાને પકડી પાડેલ હોય મજકુર ઇસમ વિરૂધ્ધ પો.કોન્સ. યુવરાજસિંહ ઝાલા નાઓએ ફરીયાદ આપી પ્રોહી. એકટ તળે વરતેજ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

આ કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી આર.એચ.બાર સાહેબની સુચના તથા માર્ગદર્શન મુજબ સ્ટાફના એ.એસ.આઇ. પ્રદીપસિંહ સરવૈયા તથા હેડકોન્સ. યોગેન્દ્રસિંહ ગોહીલ તથા અર્જુનસિંહ ગોહીલ તથા ત્રિભોવનભાઇ સોલંકી તથા પો.કોન્સ. યુવરાજસિંહ ઝાલા તથા જગદેવસિંહ ઝાલા તથા જયપાલસિંહ ગોહીલ તથા સોહીલભાઇ ચોકીયા તથા ડ્રાઇવર ગોપીદાન ગઢવી વિગેરે જોડાયા હતા

Translate »
%d bloggers like this: