પરપ્રાંતીય મજુરને છરી વડે ઈજા કરી રુ. ૫૦૦૦/- ના મોબાઈલ ફોનની લુંટ કરી નાસી જનાર બે ઈસમો પૈકી એક ઈસમને ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા બોરતળાવ પોલીસ ટીમ

પરપ્રાંતીય મજુરને છરી વડે ઈજા કરી રુ. ૫૦૦૦/- ના મોબાઈલ ફોનની લુંટ કરી નાસી જનાર બે ઈસમો પૈકી એક ઈસમને ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા બોરતળાવ પોલીસ ટીમ

નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી,જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવ નગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સબ. ઇન્સ. શ્રી એન.જી.જાડેજા તથા પો.સબ ઇન્સ.શ્રી આર.વી.ભીમાણી તથા બોર તળાવ પો.સ્ટેના પો.સ.ઈ શ્રી વાય.એસ. ઝાલા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને બોરતળાવ પો.સ્ટે માં બનેલ અન ડીટેકટ મારામારી, તથા લુંટના બનાવ બાબતે સત્વરે થી આરોપી પકડી પાડવા સુચના આપેલ

ગઈ તા. ૧૧/૦૧/૨૦૨૧ ના રોજ ભાવનગર એલ.સી.બી. સ્ટાફનાં માણસો તથા બોરતળાવ પોલીસ સ્ટાફના માણસો ઉપરોક્ત સુચના અન્વયે બોરતળાવ પો.સ્ટે ના ફ.ગુ.ર.નં ૦૦૫૦/૨૦૨૧ ઈ.પી.કો કલમ ૩૯૪, ૩૨૪, ૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબના ગુન્હાના આરોપીઓ ની તપાસ માં હતા. તે દરમ્યાન એલ.સી. બી સ્ટાફના પો.હેડ.કોન્સ મહિપાલસિંહ ગોહીલને બાતમીરાહે હકીકત મળેલ કે, ઉપરોક્ત ગુન્હો કરનાર બંન્ને આરોપીઓ જેમાં (૧) અશ્વિન ઉર્ફે વિશાલ જગદિશ ભાઈ બારૈયા / કોળી રહે. હાદાનગર, મોમાઈ માની દેરી પાસે,રાજપરા ખોડીયાર વાળા ગગજીભાઈ ભરવાડના મકાનમાં ભાડે થી ભાવનગર મુળ રહે.ચિત્રા ભાવ નગર વાળો તથા (૨) દિપક ઉર્ફે દાઉદ પ્રભુભાઈ બારૈયા રહે, ચિત્રા મામાના ઓટલા પાસે, ભાવનગરવાળાઓએ લુંટ કરેલ હોવાની અને તે પૈકી આરોપી નં ૦૧ ભાવનગર આખલોલ જકાનનાકા પાસે હોવાની હકીકત આધારે ઉપરોક્ત સાથેના સ્ટાફના માણસો સાથે મજકુર આરોપીને પકડી પાડી ઉપરોક્ત ગુન્હાના કામે હસ્તગત કરી, બાદ હાલની કોરોના અંગેની પરિસ્થિતી અન્વયે કોરોના રિપોર્ટ કરાવી જે રિપોર્ટ નેગેટીવ આવતા તેને ધોરણસર અટક કરવામાં આવેલ અને મજકુર પાસેથી ગુન્હામાં લુંટમાં ગયેલ મોબાઈલ ફોન કિરુ. ૫૦૦૦/- નો તથા ગુન્હામાં વપરાયેલ છરી કબ્જે કરેલ છે. તેમજ આરોપી નં :-૦૨ ને પકડવા તથા ગુન્હામાં ઉપયોગ થયેલ સ્કુટર પકડવામાં ચક્રો ગતીમાન કરેલ છે

આ સમગ્ર કામગરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી.ઓડેદરાની સુચના અને માર્ગ દર્શન અનુસાર પો.સબ. ઇન્સ શ્રી એન.જી. જાડેજા, શ્રી આર.વી. ભીમાણી, તથા બોરતળાવ પો.સ્ટેના ઈ/ચા પો.ઈ શ્રી વાય.એસ.ઝાલા તથા એલ.સી.બી. સ્ટાફના પો.હેડ.કોન્સ એમ.પી.ગોહીલ, તથા જયરાજસિંહ જાડેજા,તથા ધર્મેન્દ્ર સિંહ ગોહીલ, જયદિપસિંહ ગોહિલ, રાજેન્દ્રસિંહ સરવૈયા,વિઠૃલભાઇ બારૈયા તથા બોરતળાવ પો.સ્ટેનો સર્વેલન્સ સ્ટાફનાં માણસો જોડાયા હતાં

Translate »
%d bloggers like this: