ભાવનગર એસટી દ્વારા 24×7 ઓનલાઇન બુકિંગ સેન્ટર નારીચોકડી ખાતે ખુલ્લું મુકવામાં આવ્યું

ભાવનગર એસટી દ્વારા 24×7 ઓનલાઇન બુકિંગ સેન્ટર નારીચોકડી ખાતે ખુલ્લું મુકવામાં આવ્યું.

 

ભાવનગર એસટી વિભાગીય નિયામક શ્રી દ્વારા ભાવનગર ડિવિઝન વર્કશોપ ટીમના સહયોગથી આજરોજ ભાવનગર મહાનગર અને જિલ્લા ભરના મુસાફરો નું જંક્શન એટલે નારી ચોકડી ખાતે ખાતે એક મોબાઈલ બુકિંગ સેન્ટર પ્રથમ મુસાફર દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું,

ઉપરોક્ત સેન્ટર માટે એક જર્જરિત થઈ ગયેલી મીની બસ ને વર્કશોપ ના કર્મનિષ્ટ મિકેનિલ સ્ટાફ દ્વારા એક આકર્ષક મોબાઈલ બુકિંગ સેન્ટર નું સુંદર સ્વરૂપ આપવામાં આવ્યું અને

આજરોજ તારીખ,24,10,2019, અને આસો સુદ એકાદશી ના પવિત્ર દિવસે ભાવનગર અને જિલ્લા ની મુસાફર જનતા માટે મિડિયા ની હાજરી માં વિભાગીય નિયામક પી.એમ.પટેલ, યાંત્રિક નિયામક જી.આર. ચગ, પરિવહન અધિકારી ગઢવીભાઈ, રામદેવસિંહ અને તેમનો વર્કશોપ સ્ટાફ અને બંને યુનિયન ના હોદ્દેદારો દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું.

Translate »
%d bloggers like this: