વચગાળાનાં જામીન ઉપરથી ફરાર થયેલ કાચા કામનાં કેદીને ઝડપી લેતી આર.આર.સેલ ભાવનગર રેન્જ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડ

વચગાળાનાં જામીન ઉપરથી ફરાર થયેલ કાચા કામનાં કેદીને ઝડપી લેતી આર.આર.સેલ ભાવનગર રેન્જ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડ

નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર રેન્જ, નાઓએ ભાવનગર,અમરેલી, બોટાદ જિલ્લાની જેલમાંથી વચગાળાની રજા ઉપર છુટેલ કાચા કામનાં કેદીઓ સમયસર હાજર થવાનાં બદલે ફરાર થઇ ગયેલ હોય જે કેદીઓને તાત્કાલિક પકડી પાડી જિલ્લા જેલ ખાતે સોંપી આપવા માટે રેન્જના પોલીસ અધિકારીઓને સખત સુચના આપેલ.
જે સુચના અન્વયે આર.આર.સેલ, ભાવનગર રેન્જના તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી આર.એચ.બાર સાહેબના માર્ગદર્શન અને સુચનાથી આજરોજ સ્ટાફનાં માણસો ભાવનગર રેન્જના જીલ્લામાં વચગાળાના જામીન ઉપર છુટેલ કાચા કામનાં કેદીઓની તપાસમાં હતા દરમ્યાન મળેલ બાતમી આધારે કાચા કામના કેદી લતીફભાઇ રસીદભાઇ બેલીમ ઉ.વ.૪૧ રહેવાસી-ઘાંચીવાડ, રાજુલા જી.અમરેલી વાળાને તેના ઘરેથી હસ્તગત કરી મજકુરને અમરેલી જિલ્લા જેલ ખાતે સોંપી આપવા માટે રાજુલા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.
આ કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી આર.એચ. બાર સાહેબની સુચનાથી સ્ટાફના હેડકોન્સ. જીતેન્દ્રભાઇ મકવાણા તથા જયેશભાઇ ધાધલ તથા ડ્રાઇવર હેડકોન્સ. મહેન્દ્રભાઇ ભુવા વિગેરે જોડાયા હતા

Translate »
%d bloggers like this: