મોતીતળાવ ઓમ મુક્તેશ્ર્વર મહાદેવ મંદિર પાસે આશ્રમ પાસેથી ૧ કિલો ૫૬૦ ગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી

મોતીતળાવ ઓમ મુક્તેશ્ર્વર મહાદેવ મંદિર પાસે આશ્રમ પાસેથી ૧ કિલો ૫૬૦ ગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી

ગુજરાત સરકારની સીધી સુચનાથી ગુજરાત એ.ટી.એસ. દ્રારા ગુજરાત રાજયને નશા મુક્ત કરવા અભિયાન હાથ ધરેલ છે તેના ભાગરૂપે ભાવનગર રેન્જ ડી.આઇ.જી.પી.શ્રી અશોક કુમાર સાહેબની સુચના મુજબ અને ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબના માર્ગદર્શન હેઠળ ભાવનગર જીલ્લાને નશા મુકત કરવા ભાવનગર એસ.ઓ.જી. શાખા દ્રારા ખાસ ઝુંબેશ હાથ આરંભ કરેલ છે.

જે અનુસંધાને ભાવનગર એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટર કે.બી.જાડેજા ની રાહબરી નીચે ભાવનગર એસ.ઓ.જી. પોલીસને મળેલ બાતમી હકિકત આધારે ભાવનગર, મોતીતળાવ, વી.આઇ.પી. પાર્ક પાસે, મોગલમાના મંદિર પાસે, સ્મશાન પાસે, ઓમ મુક્તેશ્ર્વર મહાદેવ મંદિર પાસે આવેલ આશ્રમ પાસેથી આરોપી મહેશ ઉર્ફે મયલો S/O પોપટભાઇ ઉર્ફે જીવાભાઇ રાઠોડ ઉ.વ.૩૯ રહેવાસી ચિત્રા-સિદસર રોડ, ફિલ્ટર પાણીની ટાંકી પાસે, આંબેડકરનગર, ભાથીજી દાદાનો ચોક, બોરતળાવ, મફતનગર ભાવનગર વાળાને સુકો ગાંજો *વજન ૧ કિલો ૫૬૦ ગ્રામ કિમત રૂપિયા ૧૫,૬૦૦/- તથા વજનકાંટા-૧ કિ.રૂ।. ૨૦૦/- તથા મોબાઇલ ફોન-૧ કિ.રૂ।. ૫૦૦૦/- તથા રોકડ રૂપિયા ૨૧૦૦/- મળી કુલ રૂપિયા ૨૨,૯૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ હતા મજકુર આરોપી સામે NDPS એક્ટ તળે કાયદેસર કાર્યવાહી એસ.ઓ.જી.ના હેડ કોન્સ્ટેબલ મહાવિરસિંહ ગોહિલે ફરિયાદ આપી ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.બી.જાડેજા સાહેબની રાહબરી એસ.ઓ.જી. સ્ટાફના હેડ કોન્સ. બલવિરસિંહ જાડેજા તથા મહાવિરસિંહ ગોહિલ તથા બાવકુદાન ગઢવી તથા તથા યુસુફ્ખાન પઠાણ તથા પોલીસ કોન્સ. મનદીપસિંહ ગોહિલ તથા દિલીપભાઇ ખાચર તથા પાર્થભાઇ પટેલ તથા ડ્રાઇવર પોલીસ કોન્સ. પરેશભાઇ પટેલ તથા ભોજાભાઇ ભલાભાઇ જોડાયા હતા

Translate »
%d bloggers like this: