ભારતીય બનાવટનાં બિયરનાં ટીન નંગ-૨૯૪ કિ.રૂ.૨૯,૪૦૦/-મળી કુલ રૂ.૧,૨૯,૪૦૦/મુદામાલ ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, ભાવનગર

ભારતીય બનાવટનાં બિયરનાં ટીન નંગ-૨૯૪ કિ.રૂ.૨૯,૪૦૦/-મળી કુલ રૂ.૧,૨૯,૪૦૦/-નો મુદામાલ ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, ભાવનગર

નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી,જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી.ઓડેદરા, પો.સબ.ઇન્સ. શ્રી એન.જી.જાડેજા તથા આર.વી. ભીમાણી તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસો ને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.

આજરોજ એલ.સી.બી. સ્ટાફનાં માણસો એલ.સી.બી. ઓફિસ હાજર હતાં.તે દરમ્યાન હેડ કોન્સ. મહેન્દ્દભાઇ ચૌહાણ તથા સાગરભાઇ જોગદિયાને સંયુકત રીતે બાતમીરાહે હકિકત મળેલ કે, સિધ્ધાર્થ ઉર્ફે ડાઘો અરવિંદભાઇ શાહ રહે.ડંકી સામે,પટેલ ફળી,ખોડિયારમાંનાં મંદિર પાસે, રાણીકા, ક.પરા, ભાવનગર વાળા તેનાં કબ્જા ભોગવટાનાં રહેણાંક મકાને તથા રહેણાંક મકાન પાસે પાર્ક કરેલ તેનાં કબ્જા ભોગવટાની સફેદ કલરની મારૂતિ કંપનીની વેગન આર કાર રજી.નંબર-GJ-01-HQ 9688 માં ભારતીય બનાવટનો પરપ્રાંત ઇંગ્લીશ દારૂ/બિયરનો જથ્થો બહારથી લાવી મકાન તથા કારમાં મુકી રાખેલ છે.આ કારનાં ડ્રાયવર સીટની પાછળનો ભાગ તુટેલ હાલતમાં છે. આ ચોક્કસ બાતમી આધારે સ્ટાફનાં માણસોએ બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતાં બાતમીવાળી જગ્યાએથી સિધ્ધાર્થ ઉર્ફે ડાઘો અરવિંદભાઇ શાહ રહે.ડંકી સામે,પટેલ ફળી,ખોડિયારમાંનાં મંદિર પાસે, રાણીકા, ક.પરા, ભાવનગર વાળા કે અન્ય કોઇ હાજર મળી આવેલ નહિ. આ સફેદ કલરની મારૂતિ કંપનીની વેગન આર કાર રજી.નંબર- GJ-01-HQ 9688માં પાછળનાં ભાગે તથા ડિકીમાંથી માઉન્ટસ ૬૦૦૦ સુપર સ્ટ્રોંગ બિયર પ્રોડયુસ ઓફ ઇન્ડિયા ફોર સેલ ઇન મધ્યપ્રદેશ ઓન્લી લખેલ બિયર ટીન નંગ-૨૯૪ કિ.રૂ.૨૯,૪૦૦/- તથા કાર કિ.રૂ.૧,૦૦,૦૦૦/- ગણી કુલ રૂ૧,૨૯,૪૦૦/-નો મુદ્દામાલ મળી આવેલ.આ આરોપીનાં ઘરે તપાસ કરતાં અન્ય કાંઇ વાંધાજનક મળી આવેલ નહિ.જે અંગે આરોપી વિરૂધ્ધ ગંગા જળીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવેલ છે.આ ગુન્હામાં સિધ્ધાર્થ ઉર્ફે ડાઘો અરવિંદભાઇ શાહ રહે.ડંકી સામે,પટેલ ફળી,ખોડિયારમાંનાં મંદિર પાસે, રાણીકા, ક.પરા, ભાવનગર વાળા ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કરેલ છે.

આ સમગ્ર કામગીરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી.ઓડેદરાસાહેબ તથા એન.જી. જાડેજા સાહેબ, આર.વી. ભીમાણી સાહેબની સુચના અને માર્ગદર્શન અનુસાર H.C. મહેન્દ્દભાઇ ચૌહાણ, સાગરભાઇ જોગદિયા, ઘનશ્યામભાઇ ગોહિલ તથા પો.કોન્સ. જયદિપસિંહ ગોહિલ,સંજયભાઇ ચુડાસમા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં

Translate »
%d bloggers like this: