ભાવનગર સહિત ચાર જીલ્લામાંથી તડીપાર થયેલ ઇસમને અકવાડા ગુરૂકુળ પાસેથી ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી. પોલીસ

ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌર સા. ના ધ્યાને એવી હકિકત આવેલ કે, ભાવનગર જીલ્લામાંથી તડીપાર થયેલ ઇસમો ભાવનગર જીલ્લામાં પ્રવેશ કરે છે અને છાની છુપી રીતે રહે છે તેવી હકિકત મળતા આવા તડીપાર ઇસમોને ઝડપી પાડવા જીલ્લાના અધિકારીશ્રીઓને સુચના આપેલ જેના ભાગ રૂપે એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.બારોટ સાહેબ માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પોલીસને મળેલ બાતમી આધારે ભાવનગર ઉપરાંત અમરેલી, બોટાદ, અમદાવાદ ગ્રામ્ય જીલ્લામાંથી છ માસ સુધી તડીપાર થયેલ ઇસમ

­

રમેશભાઇ ધારશીભાઇ ચારોલીયા ઉ.વ.૩૫ રહેવાસી અકવાડા, ઉપરકોટ દેવીપુજક વાસ ભાવનગર* વાળાને ઘોઘારોડ, અકવાડા ગુરૂકુળ પાસેથી ઝડપી પાડી તેના સામે કાયદેસર કાર્યવાહી કરી ઘોઘારોડ પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે. મજકુર આરોપી અગાઉ પણ તડીપાર ભંગના કેસમાં આઠ દિવસ પહેલા પોલીસના હાથે ઝડયાઇ ચુકેલ હતો અને તે ફરી વખત તડીપાર શરતનો ભંગ કરી ભાવનગર જીલ્લામાં આવતા ફરી વખત એસ.ઓ.જી.ના હાથે ઝડપાઇ ગયેલ છે.
*આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.બારોટની સુચના અને માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. ઓમદેવસિંહ ગોહિલ તથા યોગીનભાઇ ધાંધલ્યા તથા પોલીસ કોન્સ. ચંદ્રસિંહ વાળા જોડાયા હતા*

Translate »
%d bloggers like this: